લગ્નનું વચન આપી યુવતીનું છ વર્ષ સુધી શારીરિક શોષણ કર્યુ
તું કોઇને વાત કરીશ તો તારા વીડિયો અને ફોટા વાયરલ કરી દઇશ
વડોદરા,લગ્નનું વચન આપી યુવતીનું છ વર્ષ સુધી શારીરિક શોષણ કરી તરછોડી દેનાર યુવક સામે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આજવા રોડની ૨૨ વર્ષની યુવતીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, છ વર્ષ પહેલા મારી ઓળખાણ મોનાજ મોહંમદભાઇ મલેક (રહે. ઘાંચીવાડ, દાહોદ) સાથે થઇ હતી. ત્યારબાદ અમે એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. તેણે મને કહ્યું કે, હું તારી સાથે લગ્ન કરવાનો છું. મોનાજ વડોદરા આવે ત્યારે મને આજવા રોડ વેક્સિન ગ્રાઉન્ડ ખાતે મળવા બોલાવતો હતો. તેણે લગ્નની લાલચ આપી મારી સાથે મરજી વિરૃદ્ધ શારીરિક સંબંધ બાંધતો હતો. ગત છઠ્ઠી સપ્ટેમ્બરે મોનાજ મને હોટલમાં લઇ ગયો હતો અને મારી મરજી વિરૃદ્ધ મારી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ તેણે મને કહ્યું કે, હું તારી સાથે લગ્ન કરવાનો નથી. હું તને પ્રેમ કરતો નથી. આ વાત કોઇને કહીશ તો તારા વીડિયો અને ફોટા વાયરલ કરી દઇશ.