Gujarat

ગીર સોમનાથ: બહુચર્ચિત ઉના કાંડ કેસમાં વેરાવળ કોર્ટનો મોટો ચુકાદો, 5 આરોપીઓ દોષિત, 37 નિર્દોષ

By GS TEAM
16 Mar 20261 min read
TukuTouch Logo
ગીર સોમનાથ જિલ્લાનો બહુચર્ચિત ઉના દલિત કાંડ કેસમાં વેરાવળ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે, જેમાં કુલ 42 આરોપીમાંથી 5 આરોપીઓ દોષિત ઠેરવવામાં આવ્યા છે જ્યારે પુરાવાના અભાવે 37 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. જેમાંથી 2 આરોપીઓના મોત થયા છે. વેરાવળ કોર્ટ આવતીકાલે મંગળવારે દોષિતોને સજા સંભળાવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગીર સોમનાથ: બહુચર્ચિત ઉના કાંડ કેસમાં વેરાવળ કોર્ટનો મોટો ચુકાદો, 5 આરોપીઓ દોષિત, 37 નિર્દોષ

Una Dalit Flogging Case: ગીર સોમનાથ જિલ્લાનો બહુચર્ચિત ઉના દલિત કાંડ કેસમાં વેરાવળ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે, જેમાં કુલ 42 આરોપીમાંથી 5 આરોપીઓ દોષિત ઠેરવવામાં આવ્યા છે જ્યારે પુરાવાના અભાવે 37 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. જેમાંથી 2 આરોપીઓના મોત થયા છે. વેરાવળ કોર્ટ આવતીકાલે મંગળવારે દોષિતોને સજા સંભળાવશે.

મુખ્ય 5 આરોપીઓને દોષિત

-રમેશ જાદવ

-રાકેશ જોશી

-પ્રમોદ ગૌસ્વામી

-નાગજી ડાયા

-બળવંત ગૌસ્વામી 

37 આરોપીઓને નિર્દોષ જાહેર કરી છુટકારો અપાયો છે જેમાં ચાર પોલીસકર્મીઓ પણ સામેલ છે

4 પોલીસકર્મી નિર્દોષ

કંચન બહેન

તત્કાલીન PSI પાંડે

તત્કાલીન ઉના PSO કરશન ભાઈ

નિર્મલ ઝાલા (નિધન થઈ ચૂક્યું છે)

શું છે સમગ્ર મામલો? 

તારીખ 11 જુલાઈ, 2016ના રોજ ઉનાના મોટા સમઢિયાળા ગામમાં દલિત સમાજના સાત સભ્યોને મરેલી ગાયનું ચામડુ કાપવાના પ્રકરણમાં ગાયોને કેમ કાપો છો તેમ કહી ગાડી સાથે બાંધી લાકડીઓ, પાઇપો સહિતના હથિયારો વડે માર મારી અત્યાચાર ગુજારવાના ચકચારભર્યા કેસમાં 4 પોલીસ અધિકારી સહિત કુલ 42 આરોપીઓની ધરપકડ થઈ હતી. ઉનાકાંડ બાદ સમગ્ર દેશભરમાં દલિત સમાજમાં બહુ ઘેરા પ્રત્યાઘાત પડયા હતા અને સ્ફોટક સ્થિતિ બની હતી. માત્ર ગુજરાતમાં જ હુલ્લડના 74 બનાવો બન્યા હતા, જેમાં એક પોલીસ કર્મીનું મોત નોંધાયું હતું, જયારે કરોડો રુપિયાની જાહેર મિલકતોને નુકસાન થયું હતું.