Get The App

વડોદરામાં મહાકાય મગરે મહિલાનો શિકાર કર્યો, ફાયર બ્રિગેડે લાકડીઓ પછાડી મગર ભગાડ્યા

Updated: Oct 14th, 2024

GS TEAM


Google News
Google News
વડોદરામાં મહાકાય મગરે મહિલાનો શિકાર કર્યો, ફાયર બ્રિગેડે લાકડીઓ પછાડી મગર ભગાડ્યા 1 - image


Vadodara : વડોદરામાં વિશ્વામિત્ર બ્રિજ પાસે આજે વહેલી સવારે એક મગર મહિલાનું મૃતદેહ મોઢામાં લઈને નજરે પડતા લોકોના ટોળા જામ્યા હતા. ફાયર બ્રિગેડે મગરોને ભગાડી મૃતદેહ કબજે કર્યો હતો.

વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરો મોટી સંખ્યામાં હોય છે અને વહેલી સવારે ઠંડક હોય ત્યારે સનબાથ માટે મગરો કિનારે પણ નજરે પડતા હોય છે. જેથી મગરોને જોવા લોકો ઉમટતા હોય છે.

આજે વહેલી સવારે કાલાઘોડા પાસે એક મહાકાય મગર કિનારે આધેડ વયની મહિલાના મૃતદેહને મોઢામાં લઈને નજરે પડતા રાહદારીઓ તેમજ વાહન ચાલકો ભેગા થઈ ગયા હતા. બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા દાંડિયા બજારની ટીમ દોડી આવી હતી.

વડોદરામાં મહાકાય મગરે મહિલાનો શિકાર કર્યો, ફાયર બ્રિગેડે લાકડીઓ પછાડી મગર ભગાડ્યા 2 - image

ફાયર બ્રિગેડ પહોંચી ત્યારે બીજા ત્રણથી ચાર મગરો પણ આજુબાજુમાં ફરતા નજરે પડ્યા હતા. જેથી તેમને મોટા વાસ પછાડીને મગરોને ભગાડ્યા હતા. મહાકાય મગર મહિલાનો મૃતદેહ લઈને નદીમાં ઉતરી જતા ફાયર બ્રિગેડે બિલાડી (નદીમાંથી કોઈપણ વસ્તુ ખેંચી લાવતું એક પ્રકારનું સાધન) નાંખતા મગર મૃતદેહ છોડીને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ મહિલાના મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. 

પોલીસ દ્વારા મહિલા ક્યાંની હતી અને કેવી રીતે બનાવ બન્યો છે તે જાણવા માટે શહેર જિલ્લાના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

      

Tags :