ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ઘનશ્યામ પટેલે મેદાન માર્યું, ભાજપે આપેલા મેન્ડેટના તમામ ઉમેદવારો જીત્યાં
Bharuch Dudhdhara Dairy Election: ભરૂચ જિલ્લામાં દૂધધારા ડેરીની ચૂંટણી રસાકસીભર્યા માહોલ વચ્ચે શુક્રવારે (19મી સપ્ટેમ્બર) મતદાન થયું હતું. જેના શનિવારે (20મી સપ્ટેમ્બર) પરિણામ જાહેર થયા છે. જેમાં દૂધધારા ડેરીમાં 17 વર્ષથી ચેરમેન રહેલા ઘનશ્યામ પટેલ બહુમતી સાથે મેદાન માર્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'મની પાવર સામે ઈમાનદારીનો પાવર જીત્યો છે.'
દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના જ બે દિગ્ગજો આમને-સામને હતા. વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા અને વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલની પેનલ વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. દૂધધારા ડેરીના ચેરમેન રહેલા ઘનશ્યામ પટેલ બહુમતી સાથે મેદાન માર્યું હતું. ભાજપે આપેલા મેન્ડેટના તમામ ઉમેદવારો જીત મેળવતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.