Get The App

ગુગલ પરથી HDFCનો નંબર મેળવી ઇન્સ્ટન્ટ જમ્બો લોન લેવામાં ર. 1.58 લાખ ગુમાવ્યા

Updated: Mar 22nd, 2022

GS TEAM

Google News
Google News
ગુગલ પરથી HDFCનો નંબર મેળવી ઇન્સ્ટન્ટ જમ્બો લોન લેવામાં ર. 1.58 લાખ ગુમાવ્યા 1 - image



- ઓટીપી મોકલી રૂ. 21 હજાર કાપી લીધા, પરત કરવા એની ડેસ્ક એપ ડાઉનલોડ કરવા કહ્યુંઃ ચાર ટ્રાન્જેક્શન થકી ઓનલાઇન શોપીંગ કર્યુ

સુરત
પાંડેસરાના શિવમ રો હાઉસમાં રહેતા ઇલેક્ટ્રીક ટેક્નિશીયને એચડીએફસી બેંકની ઇન્સ્ટન્ટ જમ્બો લોન માટે ગુગલ પરથી મેળવેલા કસ્ટમર કેર નંબર પર કોલ કરતા ભેજાબાજે ચાલાકી પૂર્વક એની ડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ક્રેડિટ કાર્ડ થકી રૂ. 1.58 લાખનું ઓનલાઇન શોપીંગ કરી ઠગાઇ કર્યાની ફરીયાદ પાંડેસરા પોલીસમાં નોંધાય છે.
પાંડેસરાની ભેદવાડ દરગાહ નજીક શિવમ રો હાઉસમાં રહેતા ઇલેક્ટ્રીક ટેક્નિશીયન રસીક જીવણ પટેલ (ઉ.વ. 35 મૂળ રહે. અલગટ, તા. વાલોડ, જિ. તાપી) મહિના અગાઉ એચડીએફસી બેંકની ઇન્સ્ટન્ટ જમ્બો લોન માટે ગુગલ પરથી કસ્ટમર કેર નંબર મેળવી કોલ કર્યો હતો. કોલ રિસીવ કરનારે લોનની માહિતી આપ્યા બાદ રસીકને ઓટીપી મોકલાવી એની ડેસ્ક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવા કહ્યું હતું. પરંતુ રસીકે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની ના પાડી ફોન કટ કરી દીધો હતો અને ગણતરીની મિનીટોમાં જ ક્રેડિટ કાર્ડના એકાઉન્ટમાંથી રીકરીંગ ડિપોઝીટ પેટે રૂ. 21 હજાર કપાઇ ગયા હતા. જેથી રસીક ચોંકી ગયો હતો અને તુરંત જ કસ્ટમર કેર પર કોલ કર્યો હતો પરંતુ વાત થઇ ન હતી.

ગુગલ પરથી HDFCનો નંબર મેળવી ઇન્સ્ટન્ટ જમ્બો લોન લેવામાં ર. 1.58 લાખ ગુમાવ્યા 2 - image

જો કે કસ્ટમર કેરમાંથી વળતો કોલ આવ્યો હતો અને એની ડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરો તો તમારા પૈસા પરત ખાતામાં આવી જશે એમ કહ્યું હતું. તેમ છતા રોકડ જમા થઇ ન હતી અને કોલ કરનારે ગાળાગાળી કરતા રસીકે તુરંત જ એપ્લિકેશન અનઇન્સ્ટોલ કરી દીધી હતી. જો કે ત્યાર બાદ પણ ભેજાબાજે રસીકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી ફ્લીપકાર્ટમાંથી ચાર ટ્રાન્જેક્શન થકી રૂ. 1.58 લાખનું શોપીંગ કર્યુ હતું.