Gujarat

આણંદના ભૂસ્તરશાસ્ત્રી રવિ મિસ્ત્રી, વડોદરાના રો.ઈન્સ્પેક્ટર સંકેત પટેલ મહિનાથી ભૂગર્ભમાં

By GS TEAM
24 Jun 20252 mins read
આણંદના ભૂસ્તરશાસ્ત્રી રવિ મિસ્ત્રી, વડોદરાના રો.ઈન્સ્પેક્ટર સંકેત પટેલ મહિનાથી ભૂગર્ભમાં

- વડોદરામાં બે લાખની લાંચમાં ક્લાર્ક સહિત બે કર્મચારી ઝડપાયા બાદ

- એસીબીએ લાંચના ગુનામાં ખાણ ખનીજ વિભાગના 3 અધિકારીઓ સહિત 4 વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો : આરોપીઓ પોલીસ પકડથી દૂર

આણંદ : વડોદરામાં રૂપિયા બે લાખની લાંચ લેતા ખાણ ખનીજ વિભાગના ક્લાર્ક સહિત બે કર્મચારી ઝડપાયા હતા. જ્યારે આણંદના ભૂસ્તરશાી અને વડોદરાના રોયલ્ટી ઇન્સ્પેક્ટરને વોન્ટેડ જાહેર કરાયા બાદ આજે આ ઘટનાને એક માસ કરતાં વધુ સમય વીતિ ગયો હોવા છતાં પણ બંને અધિકારી પોલીસ પકડથી દૂર રહેવા સાથે ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

વડોદરા ખાણ ખનીજ વિભાગના સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ ગોહિલને એસીબી પોલીસે ગત તા. ૧૨મી મેના રોજ રેતીનો સ્ટોક કરવાની પરવાનગી આપવા બાબતે રૂપિયા બે લાખની લાંચ લેતા ઝડપી પાડયો હતો. લાંચની રકમ આવી ગયા બાદ યુવરાજસિંહે અન્ય અધિકારી અને કર્મચારીઓને જાણ કરી હતી. જેથી એસીબીએ લાંચ લેવાના ગુનામાં આણંદ ખાણ ખનીજ વિભાગના ભૂસ્તરશાી અને વડોદરા ખાણ ખનીજ વિભાગનો ચાર્જ ધરાવતા રવિ કુમાર કમલેશકુમાર મિી, વડોદરા ખાણ ખનીજ વિભાગના આઈ.ટી એક્ઝિક્યુટિવ કિરણભાઈ કાંતિભાઈ પરમાર અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેતભાઈ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. બાદમાં કિરણ પરમારની પણ અટકાયત કરવામાં આવી હતી. જોકે, રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલ અને આણંદના ભૂસ્તર શાી રવિ મિી ફરાર થઈ જતા બંનેને વોન્ટેડ જાહેર કરાયા હતા. આ ઘટનાને લગભગ એક માસ કરતા વધુ સમય વીતિ ગયો હોવા છતાં બંને અધિકારીઓ હજી પણ પોલીસ પકડથી દૂર રહેવા પામ્યા છે.આણંદ પંથકમાં મહી કાંઠાના ગામોમાં ભૂમાફિયાઓ સાથે સાંઠગાંઠ કરી હાહાકાર મચાવનારા આણંદના ભૂસ્તરશાી રવિ મિીને આણંદ ઉપરાંત વડોદરાનો વધારાનો ચાર્જ સોંપવામાં આવતા મોકળું મેદાન મળ્યું હતું. આ જ અરસામાં આણંદ ખાણ ખનીજ વિભાગમાં ફરજ બજાવતા યુવરાજસિંહ ગોહિલ અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલની વડોદરા ખાતે બદલી થઈ હતી. જેથી આ ત્રિપૂટીએ આણંદની જેમ વડોદરામાં પણ પગદંડો જમાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ એસીબીના છટકામાં ભરાઈ ગયા હતા. પોલીસ પકડથી દૂર રહેલા બંને અધિકારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની શક્યતા વચ્ચે વડોદરાના રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલ રાજકીય પીઠબળ ધરાવતા હોવાનું અને તેમની માતા ભાજપ પક્ષ સાથે  જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે.