Get The App

નર્મદા જિલ્લામાં 24 કલાકમાં 5 તાલુકામાં સાર્વત્રિક વરસાદ

Updated: Aug 25th, 2025

GS TEAM

Google News
Google News
નર્મદા જિલ્લામાં 24 કલાકમાં 5 તાલુકામાં સાર્વત્રિક વરસાદ 1 - image


- નાંદોદમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ, નાના મોટા ચેકડેમ પાણીથી ભરાયા, કરજણ નદી બે કાંઠે વહેતી થઇ

દેડિયાપાડા : નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં પાંચ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.જિલ્લામાં સર્વત્ર વરસાદથી નર્મદા નદી, કરજણ નદી ,ઓરસંગ નદી, તરાવ નદી,ધામણખાડી ,દેવ નદી, દેહેલી નદી અને દોધન નદી અને અન્ય ખાડી કોતરોમાં વરસાદના પાણી વહેતા થયા છે.જિલ્લાના નાના મોટા ચેકડેમ ઓવરફ્લો થયા છે.જ્યારે ખેડૂતોમાં પણ સારા વરસાદથી ખુશી જોવા મળી છે.

સૌથી વધુ વરસાદ નાંદોદ ૧૦૨ મિ.મી. ૪ ઈંચ વરસાદ નોંધાયો હતો. કુલ વરસાદ ૮૩૩ મિ.મી. વરસાદ નોંધાયો હતો. ગરૂડેશ્વર ૮૨ મિ.મી. સવા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો. કુલ વરસાદ ૫૩૫ મિ.મી. વરસાદ નોંધાયો હતો. તિલકવાડા ૬૦ મિ.મી. સવા બે ઈંચ વરસાદ નોંધાયો છે. કુલ વરસાદ ૭૭૭ મિ.મી. વરસાદ નોંધાયો છે. 

દેડિયાપાડામાં ૩૮ મિ.મી વરસાદ થતા દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે.કુલ વરસાદ ૧૧૧૩ મિ.મી. નોંધાયો હતો. સાગબારા ૩૦ મિ.મી. એક ઈંચ વરસાદ નોંધાયો છે. કુલ વરસાદ ૧૧૬૮ મિ.મી. નોંધાયો હતો.કરજણ નદી બે કાંઠે વહેતી થતાં કરજણ ડેમ જળાશયમાં પાણીની આવક વધી છે.

Tags :