Get The App

આણંદ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, આણંદમાં 2 ઇંચ વરસાદથી પાણી ભરાયા

Updated: Jun 18th, 2025

GS TEAM


Google News
Google News
આણંદ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, આણંદમાં 2 ઇંચ વરસાદથી પાણી ભરાયા 1 - image


- પેટલાદ, ખંભાત, બોરસદમાં 3-3 ઇંચ વરસાદ 

- આણંદમાં બે સ્થળોએ ઝાડ પડતા ટ્રાફિકજામ, શહેરની નિચાણાવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ભરાયા

આણંદ : આણંદ જિલ્લામાં ચોમાસાનો માહોલ જામ્યો છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડયો છે. પેટલાદ, ખંભાત અને બોરસદમાં ત્રણ -ત્રણ અને આણંદમાં બે ઇંચથી વધુ વરસાદ પડયો છે. 

આણંદમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી વેઠવી પડી હતી. શહેરમાં બે સ્થળોએ ઝાડ પડતા ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી. જયારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી કાર્ય પણ શરૂ થશે. 

આણંદ શહેરમાં સોમવારની રાત્રિથી આજે દિવસ દરમિયાન ધીમીધારે વરસાદ પડયો છે.આણંદ શહેરમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.આણંદ શહેરના ભાલેજ ઓવરબ્રિજ, ઇસ્માઇલનગર, ગામડીની કેટલીક સોસાયટીઓ, માણેજવાલા હાઇસ્કૂલ વિસ્તાર, ગંગદેવ વિસ્તાર, મોટી ખોડીયાર, નાની ખોડિયાર, વિદ્યા ડેરી રોડ, ચાવડાપુરા, મંગળપુરા, આણંદ- વિદ્યાનગરનો ૮૦ ફૂટ રોડ, ૧૦૦ ફૂટ રોડનું સર્કલ, શહિદ ચોક, મહેન્દ્ર શાહ હોસ્પિટલ વિસ્તાર, તુલસી ગરનાળા વિસ્તાર અને અમૂલ ડેરી રોડ પર બ્રિજ, સર્વિસ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરની નિચાણવાળી સોસાયટીઓમાં પાણીનો ભરાવો થયો હતો. 

આણંદ મનપાની ટીમે પાણી નિકાલ માટે જીસીબીની મદદથી કામગીરી શરૂ કરી હતી. 

આણંદમાં નલ સે જલ  અને ગટર યોજનાનું અંડર ગ્રાઉન્ડ વીજ વાયરો નાખવાની કામગીરી ચાલી રહી છે. આ રોડ પર ખોદકામના કારણે કાદવ કિચડ થઇ છે. જેના કારણે કેબલમાં ખામી સર્જાતા ગંગદેવ નગર વિસ્તારની વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. આણંદ સોજીત્રા રોડ પર આવેલી હોટેલ પાસે, આણંદ- વિદ્યાનગર રોડ પરની પીસી સર્કલની દિવાલ પાસે ઝાડ પડતા ટ્રાફિકજામ સર્જાયો હતો. 

ક્યા તાલુકામાં કેટલો વરસાદ 

તાલુકો મીમી 

આણંદ ૫૭

પેટલાદ ૭૩

ખંભાત ૭૨

બોરસદ ૭૧

તાલુકો મીમી

તારાપુર ૪૮

સોજીત્રા ૧૧

ઉમરેઠ ૨૨

આંકલાવ ૨૪  


Tags :