Get The App

ગાંધીનગર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર પાટનગરમાં ૫, માણસામાં ૪ ઇંચ વરસાદ

Updated: Jun 19th, 2025

GS TEAM

Google News
Google News
ગાંધીનગર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર પાટનગરમાં ૫, માણસામાં ૪ ઇંચ વરસાદ 1 - image


વાદળછાયા વાતાવરણ વચ્ચે રાત્રિના સમયે બે કલાકમાં

દહેગામમાં પોણા ચારગાંધીનગર તાલુકામાં સાડા ત્રણ અને કલોલમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો ઃ અનેક ગ્રામ્ય વિસ્તારો પાણીથી તરબતર

ગાંધીનગર :  ગાંધીનગર શહેર અને જિલ્લામાં ચોમાસાની મોસમ જામી હોય હોય તે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે અને   વાતાવરણ અનુભવવા મળી રહ્યું છે. બે દિવસથી જિલ્લામાં મેઘરાજા મહેર કરી રહ્યા છે. પાટનગર અને જિલ્લાના આકાશમાં વાદળો આવી ચડતા ઠંડા પવનોનો અનુભવ કરી રહેલા નગરજનોએ ગરમીમાંથી રાહત મેળવી છે.ત્યારે બુધવારે મોડી રાત્રિના સમયે ગાંધીનગર શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેની અસર સવાર સુધીના અનુભવવા મળી હતી.ત્યારે માણસા, દહેગામ, કલોલ અને ગાંધીનગર પંથકમાં વરસાદ ખાબક્યો છે. તો બીજી તરફ રાજ્યના પાટનગરમાં પણ મેઘરાજાની મહેર થતા ૫ ઇંચ વરસાદ રાત્રિના સમયે ખાબક્યો હતો.

સમગ્ર રાજ્યમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી બદલાયેલા હવામાનને પગલે ચોમાસાની મોસમનો પૂર્ણરૃપે પ્રારંભ થઈ રહ્યો હોય તે પ્રકારે તાપમાનના પારામાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે.આ વાતાવરણની અસર ગાંધીનગર શહેર અને જિલ્લા ઉપર અનુભવવા મળી હોય તે પ્રકારે ગાંધીનગર, દહેગામ સહિત કલોલ અને માણસામાં મોસમનો પ્રથમ રાઉન્ડ આક્રમક બન્યો હોય તે પ્રકારે વાતાવરણ અનુભવવા મળી રહ્યું છે. તો બીજી તરફ રાજ્યના પાટનગરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ચોમાસાની મોસમ જામી હોય તે પ્રકારે વરસાદ પડી રહ્યો છે.ત્યારે બુધવારે મોડી રાત્રીએ અચાનક વાતાવરણમાં ફેરફાર થતાં પાટનગરના આકાશમાં કાળા ડિબાંગ વાદળો આવી ચડયા હતા અને ધોધમાર વરસાદ પડયો હતો.  વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપમાનના પારામાં વધઘટ નોંધાવા પામી છે.ગાંધીનગર શહેર અને જિલ્લામાં મોડીરાત્રે ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપમાનના પારામાં પણ ઘટાડો નોંધાયો હતો.ત્યારે ગુરુવારે દિવસ દરમિયાન સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો.  ભેજના પ્રમાણમાં થઈ રહેલા વધારાના પગલે ગાંધીનગર શહેર અને જિલ્લામાં વરસાદ પડશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.ત્યારે છેલ્લા ૨૪ કલાક દરમિયાન જિલ્લાના માણસા પંથકમાં ૪ ઇંચ તો દહેગામ તાલુકામાં પોણા ચાર ઇંચથી વધુ અને ગાંધીનગર તાલુકામાં ૩.૫ ઇંચથી વધુ અને કલોલ તાલુકામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે.રાજ્યના પાટનગરમાં પણ છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૫ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ છવાયો હોય તેવા વાતાવરણ વચ્ચે લોકોએ ગરમી અને ઉકળાટમાંથી રાહત મેળવી છે. બીજી તરફ અસહ્ય ઉકળાટનો સામનો કરી રહેલા નગરજનોએ ઠંડક પ્રાપ્ત કરી છે. વરસાદના કારણે જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો ગ્રામજનોને કરવો પડી રહ્યો છે. તો નિચાણવાળા ઘણા વિસ્તારો પાણીથી તરબતર થઈ ગયા છે. ગાંધીનગર શહેર અને જિલ્લાના આકાશમાં વરસાદી માહોલ છવાતા ખેડૂતોમાં પણ ખુશાલી વ્યાપી છે. રાજ્યના પાટનગરમાં પણ મનમૂકીને મેઘમહેર થતા શહેર અને આસપાસના ન્યુ ગાંધીનગરના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તો બીજી તરફ પાટનગરમાં હાલ ચાલી રહેલી ખોદકામની પ્રવૃત્તિના પગલે અનેક વિસ્તારોમાં જમીન બેસી જવાના કારણે ભુવા પડયા છે. જેના પગલે સ્થાનિક રહીશો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે.

Tags :