Get The App

પ્રથમ વખત જેન્ડર બજેટ નું આયોજન કરાયું

૧૬ સ્થળે વ્હાઈટ ટોપીંગ પધ્ધતિથી કોંક્રીટ રોડ બનાવાશે

Updated: Jan 31st, 2023

GS TEAM

Google News
Google News
પ્રથમ વખત જેન્ડર બજેટ નું આયોજન કરાયું 1 - image


અમદાવાદ,મંગળવાર,31 જાન્યુ,2023

મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા ડ્રાફટ બજેટમાં પ્રથમ વખત મહિલાઓ અને બાળકોની મુળભુત જરુરીયાતમાં અસમાનતાને દુર કરવાના આયોજનના ભાગરુપે તથા આ આયોજનનો સંપૂર્ણ લાભ મહિલાઓ અને બાળકોને મળે એ માટે જેન્ડર બજેટનું આયોજન કરવામાં આવ્યુ છે.સીંગલ વર્કીંગ તેમજ અભ્યાસ કરતી મહિલાઓ માટે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં મહિલાઓ માટે એક હોસ્ટેલ બનાવાશે.ઝોન દીઠ એક વર્કીંગ વુમન માટે ટોઈલેટની સુવિધા કરવાની સાથે બાળકો માટે ઘોડીયાઘર બનાવાશે.આ માટે રાજય સરકારની ગ્રાન્ટનો ઉપયોગ કરાશે.મહિલાઓ માટે સ્વીમીંગપુલ તથા જીમ્નેશિયમ માટે વધારે ટાઈમ સ્લોટ ફાળવવામાં આવશે.

મ્યુનિ.કમિશનરે રુપિયા ૧૫૫ કરોડના ખર્ચથી શહેરમાં ૧૬ સ્થળે વ્હાઈટ ટોપીંગ પધ્ધતિથી કોંક્રીટ રોડ બનાવવા દરખાસ્ત કરી છે જે આ મુજબ છે.

૧.બાપુનગર ચાર રસ્તાથી ખોડીયારનગર ચાર રસ્તા

૨.હરિદર્શન થી વ્યાસવાડી રોડ

૩.એસ.ટી.સ્ટેન્ડથી જમાલપુર ફલાયઓવર બ્રિજ સુધી

૪.ભૈરવનાથ ચાર રસ્તાથી રાજેશ્વરી કેનાલ રોડ

૫.ભમ્મરીયા કુવાથી લાંભા બળીયાદેવ મંદિર રોડ

૬.અજય ચશ્માઘરથી યશપાન પાર્લર

૭.ગોમતીપુર ફાયર સ્ટેશનથી બીઆરટીએસ રોડ

૮.જીવનવાડી કેનાલથી ખોડીયાર માતાના મંદિર સુધી

૯.એપીએમસી જંકશનથી વૈશાલી ટાઉનશીપ

૧૦.માનસરોવર રોડ

૧૧.ચકલી ફુવારાથી ટોરેન્ટ પાવરહાઉસ

૧૨.શ્રેયસ કોમ્પલેકસથી નેશનલ હાઈવે

૧૩.ઓમકારેશ્વર મંદિરથી સૈનિક પેટ્રોલ પંપ

૧૪.રેવામણી હોલથી સુપરસ્કૂલ રોડ

૧૫.સોનલ ચાર રસ્તાથી ગોયેલ ટાવર રોડ

૧૬.જનતા આઈસક્રીમથી સ્ટર્લીંગ હોસ્પિટલ

૩૭ કરોડના ખર્ચે પેડેસ્ટ્રીયન ફ્રેન્ડલી રોડ પ્લેસ મેકીંગ ડેવલપ કરાશે

શહેરના જુદા-જુદા ઝોનમાં ૨૫ કિલોમીટર લંબાઈમાં કોમર્શિયલ અને ધાર્મિક સ્થળ વાળા રોડ ઉપર  પેડેસ્ટ્રીયન ફ્રેન્ડલી રોડ બનાવાશે.શહેરના જુદા-જુદા ૨૫ સ્થળે કડીયાનાકા પાસે અલાયદો વિસ્તાર ડેવલપ કરાશે.પ્લેસ મેકીંગના નામથી ડેવલપ કરવામાં આવનારા આ સ્થળે કડીયા અને શ્રમિકો માટે પાણીની અને ટોઈલેટ સુવિધા પુરી પડાશે.સિલ્વર ટ્રોલી દુર કરાઈ હોય તે સ્થળને પણ સ્વચ્છતા જાળવવાના હેતુથી પ્લેસ મેકીંગ તરીકે ડેવલપ કરાશે.

૨૫ સ્થળે આઈકોનીક રોડ બનાવાશે

સ્માર્ટ પાર્કીંગ,ગ્રીનબેલ્ટ સાથેના વોક-વે ઉપરાંત સીટીંગ એરેજમેન્ટ,સાયકલ ટ્રેક, હેન્ડીકેપ ફ્રી, ઈલેકટ્રીક વ્હીકલ ચાર્જિંગ સુવિધા સાથે અલગ અલગ ૨૫ સ્થળોએ આઈકોનીક રોડ બનાવાશે.જે આ મુજબ છે

- એરપોર્ટ સર્કલથી ઈન્દિરાબ્રિજ સુધી

-એરપોર્ટ સર્કલથી ડફનાળા સર્કલ સુધી

-વિસત સર્કલથી તપોવન સર્કલ

-રાજપથકલબથી એસ.પી.રીંગ રોડ

નવા નવ બ્રિજની જાહેરાત કરાઈ,કેટલાક ફરી વખત મુકાયા

શહેરના વિવિધ વિસ્તારમાં ટ્રાફિકની વધતી જતી સમસ્યાને હળવી કરવા ડ્રાફટ બજેટમાં પાંચ નવા બ્રિજ બનાવવા મ્યુનિ.કમિશનરે દરખાસ્ત રજૂ કરી છે.જેમાં પંચવટી અને માનસી જંકશન ઉપર ફલાય ઓવરબ્રિજ બનાવવા ઉપરાંત વિસત અને પાંજરાપોળ જંકશન ઉપર સ્પલીટ ફલાય ઓવરબ્રિજ બનાવવા દરખાસ્ત મુકી છે.આ ઉપરાંત જે બ્રિજની દરખાસ્ત મુકાઈ છે એમા નરોડા પાટીયા બ્રિજની ચોથી વખત દરખાસ્ત રજૂ કરાઈ છે.સતાધાર ચાર રસ્તા ઉપરાંત વાડજ જંકશન,ચાંદલોડીયા-ખોડીયાર રેલવે લાઈન અને એલિસબ્રિજના રીસ્ટોરેશનના કામ ફરી વખત બજેટમાં મુકવામા આવ્યા છે.

Tags :