Get The App

જામનગરમાં જૂના રેલવે સ્ટેશન પાસે ગીતા લોજ બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી, મોટી દુર્ઘટના ટળી

Updated: Sep 15th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરમાં જૂના રેલવે સ્ટેશન પાસે ગીતા લોજ બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી, મોટી દુર્ઘટના ટળી 1 - image


Jamnagar News : જામનગર શહેરના જૂના રેલવે સ્ટેશન પાસે આવેલી ગીતા લોજ બિલ્ડિંગનો એક જર્જરિત ભાગ આજે (15 સપ્ટેમ્બર) અચાનક ધરાશાયી થતાં ભારે દોડધામ મચી ગઈ હતી. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી

આ ઘટના બીજા માળે બની હતી, જ્યાં બિલ્ડિંગનો કેટલોક હિસ્સો એકાએક નીચે પડ્યો હતો. આ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનોના સંચાલકોએ પરિસ્થિતિની ગંભીરતા જોતા તાત્કાલિક પોતાની દુકાનો બંધ કરી દીધી હતી.

ઘટનાની જાણ થતાં જ જામનગર મહાનગરપાલિકાનું તંત્રમાં એસ્ટેટ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયું હતું. હાલમાં, બિલ્ડિંગનો હજુ પણ કેટલોક ભાગ જર્જરિત હોવાથી વધુ કોઈ દુર્ઘટના ન બને તે માટે આસપાસના વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. અને જર્જરિત ભાગને તોડી પાડવાની કામગીરી શરૂ કરે દેવાઈ છે.

જામનગરમાં જૂના રેલવે સ્ટેશન પાસે ગીતા લોજ બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી, મોટી દુર્ઘટના ટળી 2 - image

આ પણ વાંચો: 'આ પુલ પ્રજાના પૈસે બન્યો છે..' જામનગરમાં લોકાર્પણની રાહ જોતા હાપા બ્રિજનું કોંગ્રેસે કરી નાખ્યું લોકાર્પણ

આ ઉપરાંત, સિટી બી ડિવિઝન પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને નિયંત્રિત કરી હતી. આ ઘટનાએ શહેરની જૂની અને જર્જરિત ઇમારતોની સુરક્ષાનો પ્રશ્ન ફરી ઊભો કર્યો છે. તંત્ર દ્વારા આગામી સમયમાં આવી ઇમારતો સામે શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું.

Tags :