Gujarat

ગુજરાત ચેમ્બરની ચૂંટણીમાં એસોસિયેશનના સભ્યને સમજાવી લેવાતા ચૂંટણી ટળી

By GS TEAM
25 Jun 20251 min read


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર

ગુજરાત ચેમ્બરની વાર્ષિક ચૂંટણીમાં એક માત્ર બિઝનેસ એસોસિયેશનની કેટેગરીમાં બે સીટ પર ત્રણ ઉમેદવારો ચાલુ રહેતા ચૂંટણી થવાની સંભાવના નિર્માણ થયા પછી ગુજરાત ચેમ્બરના  મોભીઓએ ત્રણેય એસોસિયેશનના વડા સાથે આજે બેઠક યોજીને રીલીફ રોડના ઇલેક્ટ્રોનિક્સના વેપારીઓના પ્રતિનિધિ મેઘરાજ ડોડવાણીને ખસી જવા સમજાવી લેતા ચેમ્બરની તમામ કેટગરીમાં તમામ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.

આ મડાગાંઠનો ઉકેલ લાવવા માચે ચેમ્બરના પૂર્વપ્રમુખ અજય પટેલે  રીલીફ રોડ એસોસિયેશન, ટંકશાળ એસોસિયેશન, અને બેગ એસોસિયેશનના પ્રતિનિધિઓને ખાતરી આપી હતી કે નાના વેપારીઓની નાનામાં નાની સમસ્યાઓને ઉકેલવામાં ચેમ્બર તરફથી સંપૂર્ણ સહકાર આપવામાં આવશે. આ ખાતર મળ્યા બાદ મેઘરાજ ડોડવાણીએ ઉમેદવારી પાછી ખેંચવાન સહમતી દર્શાવી હતી