Get The App

પં. દિનદયાલ ઉપાધ્યાય નગરગૃહ ખાતે ગતિ શક્તિ યુનિવર્સિટીનો તૃતીય દીક્ષાંત સમારોહ યોજાશે

5 ગોલ્ડ મેડલ તથા બેસ્ટ ગ્રેજ્યુએટી સ્ટુડન્ટ ઓફ ધ યર અને આઉટ સ્ટેન્ડિંગ પ્રોજેક્ટ એવોર્ડ વિદ્યાર્થીઓને એનાયત કરાશે

Updated: Jul 24th, 2025

GS TEAM

Google News
Google News
પં. દિનદયાલ ઉપાધ્યાય નગરગૃહ ખાતે ગતિ શક્તિ યુનિવર્સિટીનો તૃતીય દીક્ષાંત સમારોહ યોજાશે 1 - image


વડોદરામાં ગતિ શક્તિ યુનિવર્સિટીનો તૃતીય દીક્ષાંત સમારોહ આગામી તા. 27 જુલાઈ રવિવારના રોજ સવારે 11:30 કલાકે આજવા રોડ સ્થિત પંડિત દિનદયાલ ઉપાધ્યાય નગરગૃહ ઓડિટોરિયમ ખાતે યોજાશે. જેમાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને રક્ષામંત્રી રાજનાથ સિંહ, રેલવેમંત્રી તેમજ ગતિશક્તિ યુનિવર્સિટીના કુલાધિપતિ અશ્વિની વૈષ્ણવ તથા વડોદરા સાંસદ ડૉ. હેમાંગ જોષીના હસ્તે ડિગ્રી સર્ટિફિકેટ અને મેડલ આપી સન્માનિત કરાશે.

ગતિ શક્તિ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. મનોજ ચૌધરી (વાઇસ ચાન્સેલર )એ જણાવ્યું હતું કે,  ત્રીજા દીક્ષાંત સમારોહમાં બેચ વર્ષ 2025ના બી.ટેક., બીબીએ અને એમબીએના 194 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે. સાથે ઉત્કૃષ્ટ પ્રોજેક્ટ અને શ્રેષ્ઠ વિદ્યાર્થી પુરસ્કારો પણ આપવામાં આવશે. આ વર્ષે યુનિવર્સિટીએ 91ટકા વિદ્યાર્થીઓને આંતરિક ક્ષેત્રમાં પ્લેસમેન્ટ કર્યા છે. 5 ગોલ્ડ મેડલ ઉપરાંત બેસ્ટ ગ્રેજ્યુએટી સ્ટુડન્ટ ઓફ ધ યર અને આઉટ સ્ટેન્ડિંગ પ્રોજેક્ટ એવોર્ડ એક - એક એનાયત કરાશે. અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં આ સમારોહ યોજાશે. જેમાં મુખ્ય અતિથિ રક્ષામંત્રી રાજનાથ સિંહ દીક્ષાંત પ્રવચનમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે. સન્માનિત અતિથિ તરીકે વડોદરા સાંસદ ડૉ. હેમાંગ જોષી ઉપસ્થિત રહેશે. વિદ્યાર્થીઓના શપથ ગ્રહણ બાદ રાષ્ટ્રગીત સાથે દીક્ષાંત સમારોહનું સમાપન થશે.

Tags :