વડોદરાના કરજણમાં ગેસ રીફીલીંગનું કૌભાંડ : એકની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Gas Refiling Scam : વડોદરામાં કરજણની ગ્રીનપાર્ક સોસાયટીમાં પોતાના રેહણાંક મકાનમાં રસીદ મુસાભાઇ પટેલ નામનો વ્યક્તિ ગેરકાયદેસર રીતે મોટી એલપીજી બોટલોમાંથી નાની બોતલોમાં ગેસ રીફીલીંગ કરે છે તેવી બાતમીના આધારે પોલીસે રેડ પાડી હતી. પોલીસ તપાસમાં એક ઇસમ ગેસની મોટી બોટલમાંથી નાની ગેસ બોટલોમાં બિન અધિકૃત રીતે ગેસ રીફીલીંગ(ટ્રાન્સફર) કરતો મળી આવ્યો હતો.
જેના વિરુધ્ધમાં કરજણ પોલીસે આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ-3, 7 મુજબ કાર્યવાહી કરી રસીદ મુસાભાઇ પટેલ (રહે. જલારામનગર ગ્રીનપાર્ક સોસાયટી, તા.કરજણ)ની ધરપકડ કરી અલગ-અલગ કંપનીના નાના મોટા ગેસના ખાલી તથા ભરેલા બોટલો નંગ-136 કી.રૂ.302730 ઉપરાંત ગેસ રીફીલીંગ કરવા માટેના સાધનો સહીત 3.10 લાખનો મુદ્દામાંલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.









