Get The App

વડોદરામાં રેસકોર્સના આઈનોક્સ સિનેમા પાછળ ખુલ્લેઆમ ગેસ રિફિલિંગનો વેપલો

Updated: Jul 22nd, 2025

GS TEAM

Google News
Google News
વડોદરામાં રેસકોર્સના આઈનોક્સ સિનેમા પાછળ ખુલ્લેઆમ ગેસ રિફિલિંગનો વેપલો 1 - image


Vadodara : વડોદરામાં ટ્રાફિકથી સતત ધમધમતા શહેરના પશ્ચિમ વિસ્તાર રેસકોર્સ ખાતે આવેલી આઈનોક્સ સિનેમા પાછળના જાહેર રસ્તે ખુલ્લેઆમ ગેસ સિલિન્ડર ભરેલો ટેમ્પો ઉભો રાખીને સિલિન્ડરમાંથી ગેસની ચોરી કરીને રીફીલિંગનો ખુલ્લેઆમ વેપલો કરતા હતા. જો આકસ્મિક આગ લાગે તો મોટી જાનહાની થવાની પણ શક્યતા નકારી શકાતી નથી. 

ઉલ્લેખનીય છે કે શહેરમાં ઠેર-ઠેર ચોરીછુપીથી ગેસ સિલિન્ડરની ડીલીવરી કરનારા અને ટેમ્પો ચાલક સાથે મળીને ગેસ રિફિલિંગનો વેપલો ચાલી રહ્યો છે. જાહેરમાં આવી રીતે ગેસ ચોરી કરવી લોકોની જાનહાની માટે ખતરો ઉભો કરે છે. આકસ્મિક આગ લાગે અને ધડાકો થાય ત્યારે જે તે વિસ્તારમાં જાનહાની પણ સર્જાઈ શકે છે. 

આવી જ એક ઘટના શહેરના પશ્ચિમ વિસ્તારમાં રેસકોર્સ ખાતે આવેલા આઈનોક્સ સિનેમા પાછળના ભાગે ખુલ્લેઆમ ગેસ રિફિલિંગ કરીને ચોરી કરવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું. ખુલ્લેઆમ ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરીથી રિફિલિંગ કરવાનો વેપલો થઈ ગયો હતો. ચાલકે સિલિન્ડર ભરેલો ટેમ્પો ઉભો રાખતા જ રીતે ટેમ્પો પાછળનું પડખું ખોલી નાખ્યું હતું અને ગ્રાહકોને ડીલેવરી અપાતા સિલીંડરોમાંથી ગેસ ચોરી કરીને અન્યત્ર ભરવાનો વેપલો ખુલ્લેઆમ ચાલી રહ્યો છે.

Tags :