Gujarat
માંજલપુરમાં રોડની કામગીરી દરમિયાન ગેસલાઇન તૂટતાં ગભરાટ,ગેસ સપ્લાય બંધ કરતાં લોકો પરેશાન
By GS TEAM
7 Oct 20251 min read

વડોદરાઃ શહેરમાં ખોદકામ દરમિયાન ગેસ લાઇન,ડ્રેનેજ લાઇન અને ઇલેકટ્રિક લાઇન તૂટવાના વારંવાર બનાવ બનતા હોય છે.જે દરમિયાન આજે માંજલપુરમાં ગેસલાઇન તૂટતાં ગેસ સપ્લાય બંધ કરવો પડયો હતો.
માંજલપુર વિસ્તારમાં ઇવા મોલ નજીક આજે બપોરે રોડની કામગીરી દરમિયાન જેસીબી દ્વારા ગેસલાઇન તૂટતાં ગેસ વછૂટયો હતો.આગ લાગતાં માટી નાંખીને બૂઝાવી હતી.
જીઆઇડીસી ફાયરબ્રિગેડ,પોલીસ તેમજ ગેસ વિભાગની ટીમો આવી ગઇ હતી અને ગેસ સપ્લાય બંધ કરીને રીપેરિંગ કરવામાં આવ્યું હતું.જેને કારણે ઉપરોક્ત વિસ્તારના રહીશો પરેશાન થઇ ગયા હતા.









