Get The App

વડોદરાના માંજલપુરમાં રસ્તાના કામ ટાણે ગેસ લાઇન તૂટી : અનેક પરિવારોમાં બપોરની રસોઈ થઈ શકી નહીં

Updated: Dec 17th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરાના માંજલપુરમાં રસ્તાના કામ ટાણે ગેસ લાઇન તૂટી : અનેક પરિવારોમાં બપોરની રસોઈ થઈ શકી નહીં 1 - image

image : Filephoto

Vadodara : વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રસ્તો બનાવવાની કામગીરી ટાણે ગેસ લાઇન તૂટી જતા અહીંથી ગેસ પુરવઠાનો સપ્લાય બંધ કરવાની વીજીએલના તંત્રને ફરજ પડી હતી. અંદાજે ત્રણ કલાકના સમયગાળા બાદ ગેસ પુરવઠો નિયમિત થાય તેવું જાણવા મળ્યું છે. 

શહેરના માંજલપુર વિસ્તારમાં ઇવા મોલ પાસે આજે રસ્તાનું કામ ચાલતું હતું. સવારે અંદાજે 10 વાગે ઇજારદાર દ્વારા થઈ રહેલી કામગીરી ટાણે ગેસ લાઇન તૂટી ગઈ હતી. જેથી રસ્તા પર ગેસના ફુવારા ઉડ્યા હતા. બનાવની જાણ થતા વડોદરા ગેસ લિમિટેડ (વીજીએલ)ના અધિકારીઓએ ગેસ સપ્લાય બંધ કર્યો હતો અને તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ સાથે અહીં મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે પૂર્ણ થતા અંદાજે ત્રણ કલાક જેટલો સમય લાગી શકે છે. અચાનક ગેસ પુરવઠો ખોરવાતા અહીંથી સપ્લાય થતી લાઈનના હજારો ગેસ ધારકોએ ગેસ વિના સવારના સમયે હાલાકી વેઠવી પડી હતી. ઘણી જગ્યાએ સવારના રસોડા બંધ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અગાઉ માંજલપુરમાં આ જ જગ્યાએ વરસાદી લાઈન નાખવાના ટાણે ઇજાદારે એમજીવીસીએલની લાઇન પર અનેક જગ્યાએ પંચર કરી દીધા હતા. જેથી નાગરિકોએ હાલાકી બેઠી પડી હતી. તંત્રના અલગ અલગ વિભાગના આંતરિક સંકલનના અભાવે નાગરિકોની મુશ્કેલી વધી રહી છે.