Gujarat

VIDEO | સુરત: ઘરમાં આગ બાદ ગેસ સિલિન્ડરમાં ભયંકર બ્લાસ્ટ, બે જવાન ગંભીર, સ્થાનિકો પણ ઈજાગ્રસ્ત

By GS TEAM
9 Oct 20251 min read
TukuTouch Logo
સુરતમાં ગેસ સિલિન્ડરમાં ભયંકર બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે. સુરતના પુણા વિસ્તારમાં વિક્રમ સોસાયટીમાં એક રૂમમાં ગેસ લીકેજ બાદ આગ ભભૂકી હતી. સમગ્ર ઘટનાને લઈને ફાયર વિભાગ-પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરની ટીમ આગને કાબૂમાં લેવા જતાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં ફાયર-પોલીસના બે જવાનોને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO | સુરત: ઘરમાં આગ બાદ ગેસ સિલિન્ડરમાં ભયંકર બ્લાસ્ટ, બે જવાન ગંભીર, સ્થાનિકો પણ ઈજાગ્રસ્ત

Surat News: સુરતમાં ગેસ સિલિન્ડરમાં ભયંકર બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે. સુરતના પુણા વિસ્તારમાં વિક્રમ સોસાયટીમાં એક રૂમમાં ગેસ લીકેજ બાદ આગ ભભૂકી હતી. સમગ્ર ઘટનાને લઈને ફાયર વિભાગ-પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરની ટીમ આગને કાબૂમાં લેવા જતાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં ફાયર-પોલીસના બે જવાનોને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

સુરતમાં ગેસ સિલિન્ડરમાં ભયંકર બ્લાસ્ટ

મળતી માહિતી મુજબ, સુરતમાં પુણા વિસ્તારની વિક્રમ સોસાયટીમાં ત્રીજા માળે એક રૂમમાં 8 ઓક્ટોબર, 2025ના રોજ સવારે ગેસ લીકેજની ઘટનામાં આગ લાગી હતી. આ મામલે જાણ કરતાં ફાયર વિભાગની 8 ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને ઓલવવાની કામગીરી કરી રહ્યા હતા, ત્યારે અચાનક ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. 

આ પણ વાંચો: સુરત સ્ટેશન પર ઊભી રહેશે 62 ટ્રેનો, દિવાળી-છઠ પૂજાની ભીડને જોતાં રેલવેનો નિર્ણય; જુઓ લિસ્ટ

આ દુર્ઘટનામાં રૂમની દીવાલ ધસી પડી હતી. જેમાં કાપોદ્રાના બે જવાનોમાં વાસુદેવ પટેલ (ઉં.વ.38) અને નીરજ પટેલ(ઉં.વ.29)ને ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્થાનિકો પણ ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યુ છે. આગ અને સિલિન્ડર બ્લાસ્ટની ઘટનામાં એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.