Get The App

VIDEO | સુરત: ઘરમાં આગ બાદ ગેસ સિલિન્ડરમાં ભયંકર બ્લાસ્ટ, બે જવાન ગંભીર, સ્થાનિકો પણ ઈજાગ્રસ્ત

Updated: Oct 9th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO | સુરત: ઘરમાં આગ બાદ ગેસ સિલિન્ડરમાં ભયંકર બ્લાસ્ટ, બે જવાન ગંભીર, સ્થાનિકો પણ ઈજાગ્રસ્ત 1 - image


Surat News: સુરતમાં ગેસ સિલિન્ડરમાં ભયંકર બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે. સુરતના પુણા વિસ્તારમાં વિક્રમ સોસાયટીમાં એક રૂમમાં ગેસ લીકેજ બાદ આગ ભભૂકી હતી. સમગ્ર ઘટનાને લઈને ફાયર વિભાગ-પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરની ટીમ આગને કાબૂમાં લેવા જતાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં ફાયર-પોલીસના બે જવાનોને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

સુરતમાં ગેસ સિલિન્ડરમાં ભયંકર બ્લાસ્ટ

મળતી માહિતી મુજબ, સુરતમાં પુણા વિસ્તારની વિક્રમ સોસાયટીમાં ત્રીજા માળે એક રૂમમાં 8 ઓક્ટોબર, 2025ના રોજ સવારે ગેસ લીકેજની ઘટનામાં આગ લાગી હતી. આ મામલે જાણ કરતાં ફાયર વિભાગની 8 ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને ઓલવવાની કામગીરી કરી રહ્યા હતા, ત્યારે અચાનક ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. 

આ પણ વાંચો: સુરત સ્ટેશન પર ઊભી રહેશે 62 ટ્રેનો, દિવાળી-છઠ પૂજાની ભીડને જોતાં રેલવેનો નિર્ણય; જુઓ લિસ્ટ

આ દુર્ઘટનામાં રૂમની દીવાલ ધસી પડી હતી. જેમાં કાપોદ્રાના બે જવાનોમાં વાસુદેવ પટેલ (ઉં.વ.38) અને નીરજ પટેલ(ઉં.વ.29)ને ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્થાનિકો પણ ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યુ છે. આગ અને સિલિન્ડર બ્લાસ્ટની ઘટનામાં એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. 

Tags :