રાજ્યમાં 215 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી, GAS કેડરના 5 અધિકારીઓનું પણ કરાયું ટ્રાન્સફર
Police Transfer News: રાજ્ય સરકારે આજે(18 માર્ચ, 2025) પાંચ ગુજરાત વહીવટી સેવા (GAS) અધિકારીઓની બદલીની જાહેરાત કરી છે. આ અધિકારીઓને રાજ્યભરમાં મુખ્ય વહીવટી હોદ્દાઓ પર ફરીથી સોંપવામાં આવ્યા છે. આ સાથે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા 215 પોલીસ કર્મચારીઓની આતંરિક બદલીઓ કરવામાં આવી છે.
215 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી
સુરેન્દ્રનગરમાં 215 પોલીસ કર્મચારીઓની તાત્કાલિક અસરથી બદલી કરાઈ છે. સુરેન્દ્રનગર નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગીરીશ પંડ્યાએ 215 પોલીસ કર્મચારીઓના બદલીના આદેશ આપ્યા છે. જેમાં કેટલાકની સ્વવિનંતીથી બદલી કરવામાં આવી છે તો કેટલાક કર્મીની જાહેર હિતમાં બદલી કરવામાં આવી છે.
ગુજરાતમાં GAS કેડરના 5 અધિકારીની બદલી
ગુજરાતમાં સામાન્ય વહીવટી વિભાગ દ્વારા એડિશનલ ડાયરેક્ટર કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
1. વીસી બોડાણાની ડાયરેક્ટર ઓફ હાયર એજ્યુકેશન ગાંધીનગરથી રેસિડેન્શીયલ એડિશનલ કલેકટર પાટણ તરીકે બદલી કરવામાં આવી હતી. જય બારોટને વધારાના ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવી હતી.
2. જે.જે. પટેલ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર અમદાવાદની બદલી પંચમહાલ ગોધરાના રેસીડેન્શિયલ કલેકટર તરીકે કરવામાં આવી હતી. ડીએમ દેસાઈને વધારાના ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવી હતી.
3. ડી.પી. ચૌહાણ ગુજરાત વક્ફ બોર્ડના સભ્ય તરીકે હતા તેમને રેસિડેન્શિયલ એડિશનલ કલેક્ટર કચ્છ ભુજ ખાતે મુકવામાં આવ્યા હતા. એમ પી શાહને વધારાના ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવી હતી.
4. ડી.વી. મકવાણા ચીફ પર્સનલ ઓફિસર કમિશ્નર હેલ્થ અને મેડિકલ સર્વિસિસ અને એજ્યુકેશન ગાંધીનગરથી બદલી કરીને રેસિડેન્શિયલ એડિશનલ કલેકટર અરવલ્લી મોડાસા ખાતે મુકવામાં આવ્યા હતા.
5. આર.પી. જોશી ડાયરેક્ટર રૂરલ ડેવલોપમેન્ટ પાટણથી બદલી કરીને અર્બન ડેવલપમેન્ટ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર અમદાવાદ તરીકે બદલી કરવામાં આવી હતી.