Vadodara : વડોદરામાં પાણીગેટ વિસ્તારના કુંભારવાડામાં કેળાની વખાર પાસે રહેતો રાજેશ પ્રહલાદભાઈ કહાર પોતાના મકાનમાં ગેસ રિફિલિંગ કરતો હોવાની માહિતી પાણીગેટ પોલીસને મળી હતી. જેથી પાણીગેટ જેથી પોલીસ ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા આરોપી રાજેશ ઘરેલુ ગેસ બોટલમાંથી ગેસ ચોરી કરી અન્ય બોટલમાં ભરતો રંગેહાથે ઝડપાઈ ગયો હતો. જણાવ્યું હતું કે હું છેલ્લા દોઢ વર્ષથી રામદેવ ગેસ એજન્સીમાં નોકરી કરવા જવું છું. ગેસના બાટલો ઓર્ડર પ્રમાણે કંપનીમાંથી લઈ મારા ઘરે લઈ આવી સીલ તોડી તેમાંથી ચોરી કરી અન્ય બોટલમાં ભરીને વેચાણ કરું છું પોલીસે તેની સામે ગુનો દાખલ કરી કુલ સાત બોટલ કિંમત રૂપિયા 8,750 અન્ય સામાન તથા ટેમ્પો મળી કુલ 3.14 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે.


