Gujarat
વડોદરા શહેર પોલીસના નવલખી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ગરબા રદ કરાયા
By GS TEAM
20 Sep 20251 min read
વડોદરા શહેર પોલીસ દ્વારા આજે નવલખી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ગરબા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Summarized by AI; it may make mistakes. Check important info
વડોદરા શહેર પોલીસ દ્વારા આજે નવલખી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ગરબા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Police Garba : વડોદરા શહેર પોલીસ દ્વારા આજે નવલખી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ગરબા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વડોદરા શહેર પોલીસ દ્વારા સુરક્ષાની સાથે શક્તિ વંદનાના નામે આજે શનિવારે રાત્રે નવલખી ગરબા ગ્રાઉન્ડ ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ગાયક જીગરદાન ગઢવી હતા. આ ગરબા માટે આમંત્રણ તેમજ જોવાના અને રમવાના પાસનું વિતરણ પણ કરી દેવામાં આવ્યું હતું.
પરંતુ ગઈકાલે પડેલા વરસાદને કારણે હજી ગરબા ગ્રાઉન્ડમાંથી પાણીનો નિકાલ પૂરેપૂરો થઈ શક્યો નહીં હોવાથી આજના ગરબા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.