જામનગરમાં ગેરેજ સંચાલક પર જૂની અદાવતના કારણે તલવાર વડે હુમલો : બે સામે ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Crime : જામનગરમાં વાઘેરવાડા બાલમંદિર પાછળ રહેતા અને ગેરેજ ચલાવતા આફતાબ જાકીરભાઇ જખરા નામના 25 વર્ષના યુવાન પર ગઈકાલે વાઘેરવાડા વિસ્તારમાં અલ્તાફ ઇકબાલ સંઘાર તેમજ ઝાકીર ઈસ્માઈલ નામના બે શખ્સોએ તલવાર વડે હુમલો કરી દેતાં ઇજાગ્રસ્ત યુવાનને લોહી નિતરતી હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને માથાના ભાગે ત્રણ ટાંકા લેવા પડ્યા હતા.
ફરીયાદી યુવાન અને આરોપી અલતાફ બંને વચ્ચે અગાઉ છ માસ પહેલાં ઝઘડો થયો હતો, અને ત્યારથી મનદુ:ખ ચાલતું હતું, જે મનદુઃખના કારણે ખાર રાખીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. જે મામલે સીટી એ.ડિવિઝન પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે, અને આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે.









