બગોદરા-બાવળા હાઇવે પર નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું
બગોદરા - અમદાવાદના
બગોદરા-બાવળા હાઇવે પર આવેલી નર્મદાની માઇનોર કેનાલમાં ફરી એકવાર ગાબડું પડયું છે.
આ કેનાલમાં અગાઉ પણ અનેકવાર ગાબડાં પડવાની ઘટનાઓ બની ચૂકી છે, જેના કારણે આ વિસ્તારના ખેડૂતોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
આ
ઘટના કલ્યાણગઢ ગામના પાટીયા પાસે બની,
જ્યાં કેનાલમાં ગાબડું પડતાં પાણી કલ્યાણગઢ અને ભમાસરા ગામના સીમ
વિસ્તારમાં ફરી વળ્યું છે. વધારે પડતું પાણી ખેતરોમાં ઘૂસી જતાં ખેડૂતોને તેમના
પાકોમાં નુકસાનની ભીતી સતાવી રહી છે. ખાસ કરીને ડાંગર અને જુવાર જેવા પાકોને
નુકસાન થવાની શક્યતા છે, જેનાથી ખેડૂતોને આથક નુકસાન થઈ શકે
છે.
આ
ઘટના અંગે સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી છે, અને નર્મદા વિભાગના અધિકારી અંકિત પટેલ
સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે કેનાલ તૂટયા એક દિવસ જેટલો સમય થઈ ગયો છે
પરંતુ જ્યાં ગાબડું પડયું છે ત્યાં મશીનરી જઈ શકે તેમ નથી જેથી પાણી બંધ થાય
ત્યારબાદ મશીનરી દ્વારા ગામડાનું રીપેરીંગ કામ હાથ ધરાશે