Gujarat
વેસ્ટર્ન રેલ્વે વિશ્વામિત્રીથી રત્નાગિરી માટે ગણપતિ સ્પેશલ ટ્રેન દોડાવશે
By GS Team
20 Aug 20251 min read
This article was originally published on 20 Aug 2025

ગણપતિ પર્વ નિમિત્તે મુસાફરોના ઘસારાને પહોંચી વળવા વેસ્ટર્ન રેલવે દ્વારા વિશ્વામિત્રી-રત્નાગિરી સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશલ ટ્રેન દોડાવાશે.
ટ્રેન નં. 09120/09119 વિશ્વામિત્રી – રત્નાગિરી- વિશ્વામિત્રી (સાપ્તાહિક) સ્પેશલ ટ્રેનના ત્રણ ફેરા રહેશે. વિશ્વામિત્રી - રત્નાગિરી સોમવારે વિશ્વામિત્રીથી સવારે 8 વાગ્યે ઉપડશે અને એ જ દિવસે રાત્રે 8 વાગ્યે રત્નાગિરી પહોંચશે. આ ટ્રેન 25 ઓગસ્ટ , 01 અને 08 સપ્ટેમ્બર ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09119 રત્નાગિરી - વિશ્વામિત્રી સોમવારે રત્નાગિરીથી રાત્રે 9 વાગ્યે ઉપડશે અને તે બીજા દિવસે સવારે 11:45 વાગ્યે વિશ્વામિત્રી પહોંચશે. આ ટ્રેન 25 ઓગસ્ટ , 01 અને 08 સપ્ટેમ્બર ચાલશે. આ ટ્રેન બંને દિશાઓમાં ભરૂચ, સુરત, વલસાડ, વાપી, દહાનુ રોડ, પાલઘર, વસઈ રોડ, ભિવંડી રોડ, પનવેલ, પેન, રોહા, માનગાંવ, વીર, કરંજાડી, ખેડ, ચિપલુન, અને સંગમેશ્વર રોડ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2 તથા 3 ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચની સુવિધા રહેશે. ટ્રેનનું બુકિંગ 20 ઓગસ્ટથી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેનો ખાસ ભાડા પર સ્પેશલ ટ્રેનો તરીકે ચાલશે .









