બાવળાના ટાવર ચોકમાં ગણપતિ મહોત્સવનું આયોજન
બગોદરા
ઃ બાવળા શહેરમાં ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વ નિમિત્તે ટાવર ચોકમાં ગણેશ મહોત્સવનું
આયોજન કરવામાં આવ્યું છે. અહીં ગણપતિ બાપ્પા ભક્તોને આશીર્વાદ આપતા હોય તે
પ્રવાકરની થીમ તૈયાર કરવામાં આવી છે. મંગળવારના રોજ મહાઆરતી અને દમરૃ આરતીનું ભવ્ય
આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા.
અંદાજે ૨૦૦૦ જેટલા ભક્તોએ હાથમાં દીવડો પ્રગટાવી ગણપતિ બાપ્પાની આરતી કરી
હતી. સમગ્ર ટાવર ચોક એક અનોખી રોશનીથી
ઝળહળી ઉઠયો હતો.