Get The App

ગેંગરેપના આરોપી ભાજપના વોર્ડ મહામંત્રીએ અન્ય યુવતીને પણ હવસનો શિકાર બનાવ્યાની આશંકા

Updated: May 21st, 2025

GS TEAM


Google News
Google News
ગેંગરેપના આરોપી ભાજપના વોર્ડ મહામંત્રીએ અન્ય યુવતીને પણ હવસનો શિકાર બનાવ્યાની આશંકા 1 - image


Surat Gangrape Case: સુરતના વેડ રોડ ઉપર ઘર નજીક રહેતી યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ થકી મિત્રતા કેળવી ડભારી બીચ ઉપર ફરવા લઇ જઇ કોલ્ડ્રીંકસમાં કેફી પદાર્થ પીવડાવી અર્ધબેભાન અવસ્થામાં મિત્ર સાથે ગેંગરેપને અંજામ આપ્યો હોવાનો આરોપ છે. સામુહિક બળાત્કારના કેસમાં ઝડપાયેલા સુરત મહાનગર વોર્ડ નં. 8 ના મહામંત્રી અને યુવા મોરચા અધ્યક્ષ આદિત્ય ઉપાધ્યાયે સત્તાધારી પક્ષના હોદ્દાનો દુરુપયોગ કરી અન્ય યુવતીઓને પણ ડરાવી-ધમકાવી હવસનો શિકાર બનાવ્યા હોવાની શક્યતાને આધારે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.


પીડિત યુવતીને ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી મિત્રતા કરી હતી

વેડ રોડ વિસ્તારમાં રહેતી 25 વર્ષીય અવની સિંહ (નામ બદલ્યું છે) સાથે અઠવાડિયા અગાઉ ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા કેળવી વોર્ડ નં. 8 ના મહામંત્રી અને યુવા મોરચા અધ્યક્ષ આદિત્ય દેવેન્દ્ર ભોલા (ઉપાધ્યાય) (ઉ.વ. 24 રહે. આનંદ પાર્ક સોસાયટી, અંખંડ આનંદ કોલેજ પાસે, વેડ રોડ, સુરત) અને તેના મિત્ર ગૌરવ રણવીજય સિંહ (ઉ.વ.24 રહે. વિશ્રામ નગર સોસાયટી, અખંડ આનંદ કોલેજ પાસે, વેડ રોડ) ડુમ્મસ ફરવા જવાનું કહી ડભારી બીચ ઉપર લઇ ગયા હતા. 

જયાં અવનીને પાણીની તરસ લાગતા વોડકા મીક્સ કરેલી ફેન્ટા આપી હતી. વોડકાની અસરને કારણે અવનીને ચક્કર આવવાની સાથે ઘેન ચડયું હતું. જેથી ઘરે જવાનું કહેતા સાથે જનાર અવનીની ફ્રેન્ડ રેશ્માને ઘર નજીક ઉતાર્યા બાદ અવનીને જહાંગીરપુરા કેનાલ રોડની ઓયો ગ્રીન હોટલમાં લઇ જઇ એક પછી એક બંને જણાએ દુષ્કર્મ કર્યુ હતું. આ પ્રકરણમાં જહાંગીરપુરા પોલીસે બંને હવસખોર નરાધમને કોર્ટમાં રજૂ કર્યા હતા. 

કોર્ટ સમક્ષ પોલીસે આદિત્ય સહિત ચારેય જણા કયા રસ્તેથી ડભારી બીચ ગયા અને આવ્યા, રેશ્માને ઘર નજીક ઉતાર્યા બાદ અર્ધબેભાન હાલતમાં અવનીને શહેરના કયા-કયા વિસ્તારમાં ફેરવી હતી. ફેન્ટામાં મીકસ કરવા માટે વોડકા કયાંથી અને કોની પાસેથી લાવ્યા હતા ? બંનેના ભૂતકાળ અંગેની તપાસ કરવા, મોબાઇલ નંબરના સીડીઆર મેળવી તેના આધારે અન્ય કોઇ યુવતીઓને હવસનો ભોગ બનાવી છે કે નહીં?  

ગુનો કર્યા પહેલા અને ત્યારબાદ બંનેની વર્તણુક અંગેની તપાસ કરવા ઉપરાંત આદિત્ય સત્તાધારી પક્ષ ભાજપના વોર્ડ નં. 8 ના યુવા મોરચાના અધ્યક્ષ તથા વોર્ડ મહામંત્રી તરીકે હોદ્દો ધરાવતો હોવાથી અન્ય યુવતીઓને પણ ડરાવી ધમકાવી હવસનો શિકાર બનાવી હોવાની શકયતા હોવાથી આ મુદ્દે તપાસ કરવા દસ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. પરંતુ કોર્ટ દ્વારા બંનેના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

અવની સિંહની ફ્રેન્ડ સાથે પણ અઘટિત ઘટનાની આશંકા

ભાજપના વોર્ડ મહામંત્રી અને યુવા મોરચાના અઘ્યક્ષ આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર ગૌરવસિંહને કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગણી કરનાર પોલીસ દ્વારા અવની સિંહની સાથે ઘર નજીક રહેતી તેની ફ્રેન્ડ રેશ્મા પણ ગઇ હતી. જો કે અવનીને અર્ધબેભાન હાલતમાં ઓયો ગ્રીન હોટલમાં લઇ ગયા તે પૂર્વે રેશ્માને તેના ઘર નજીક ઉતારી દીધી હતી. તેવા સંજોગોમાં પોલીસને આશંકા છે કે રેશ્મા સાથે પણ કોઇ અઘટિત ઘટના બની હોય શકે અને તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. જો કે રેશ્મા ઘરને તાળું મારી પરિવાર સાથે ભુગર્ભમાં ઉતરી ગઇ હોવાનું જાણવા મળ્યું છે.

Tags :