Gujarat

હાઇવેની નજીક આવેલા અમરદીપ બંગ્લોઝમાં ચોર ટોળકીનો આતંક

By GS TEAM
19 Feb 20261 min read
હાઇવેની નજીક આવેલા અમરદીપ બંગ્લોઝમાં ચોર ટોળકીનો આતંક

વડોદરા,હાઇવેની નજીક આજવારોડ પર આવેલા અમરદીપ બંગ્લોઝમાં છેલ્લા ૨૦ દિવસથી ચોર ટોળકી આતંક મચાવી રહી છે. ચાર મકાનના તાળો તોડી ટોળકીએ ગભરાટ ફેલાવ્યો છે.

આજવારોડ અમરદીપ બંગ્લોઝમાં રહેતા શશીકાંત અંબાલાલ પટેલ ગત  ૨૯ મી જાન્યુઆરીએ કરજણ શેરપુરા ગામે ગયા હતા. તે દરમિયાન તેમના ઘરમાંથી ચોર ટોળકીસોનાની બે ચેન, બે બુટ્ટી તતા એક કેમેરો ચોરી  ગયા હતા. તે જ દિવસે સોસાયટીમાં રહેતા અને રાજસ્થાન ગયેલા ભગવાનદાસ માંગીલાલ શર્માના મકાનમાં પણ ચોરી થઇ હતી. ચોર ટોળકી તેમના ઘરમાંથી સોના - ચાંદીના દાગીના અને  રોકડા રૃપિયા ચોરી ગઇ હતી. બંને મકાનમાંથી ચોર ટોળકી કુલ દોઢ લાખની મતા લઇ  ગઇ હતી. ત્યારબાદ ગત ૧૦ મી તારીખે ચોર ટોળકી સોસાયટીમાં રહેતા અનિલભાઇ ભાગચંદાનીના ઘરે  ચોરી કરવા આવી હતી. પરંતુ,પરિવારના સભ્યો જાગી જતા બૂમાબૂમ કરતા ચોર ટોળકી ભાગી ગઇ હતી. તે રાત્રે સોસાયટીમાં રહેતા સંતોષકુમાર તિવારીના મકાનના પણ તાળા તૂટયા હતા. પરંતુ,કોઇ વસ્તુઓની ચોરી થઇ નહતી.