Get The App

હળવદના સુસવાવમાં કેનાલ પરથી મોટરની ચોરી કરનાર ગેંગ ઝડપાઇ

Updated: Nov 22nd, 2025

GS TEAM

Google News
Google News
હળવદના સુસવાવમાં કેનાલ પરથી મોટરની ચોરી કરનાર ગેંગ ઝડપાઇ 1 - image

- ચોરીનો મુદ્દામાલ સહિત રૂ. 4.90 લાખનો મુદ્દામાલ જપ્ત

- આરોપીઓ મોટર તોડી ભંગર વેચવા જતાં ઝડપાઇ ગયા : 3 ચોર અને ભંગારના ડેલાવાળા સહિત છ ઝડપાયા

હળવદ : હળવદના સુસવાવ ગામે નર્મદા કેનાલ પરથી ખેડૂતોની ૧૨ ઇલેક્ટ્રિક મોટરની ચોરી કરનાર ત્રણ શખ્સ સહિત છ આરોપીને એલસીબી પોલીસે ઝડપી પાડયાં છે. પોલીસે આરોપીઓ પાસેથી ૧.૯૦ લાખનો મુદ્દામાલ રિકવર કરી ૪.૯૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાં ધ્રાંગધ્રા બ્રાંચ નર્મદા કેનાલ પર રૂ.૨.૨૫ લાખની બાર ઇલેક્ટ્રિક મોટરની ચોરી થઇ હતી. જેની હળવદ પોલીસ મથકે બે અલગ-અલગ ફરિયાદ નોંધાઇ હતી.  

ફરિયાદની તપાસ દરમિયાન એલીસીબી પોલીસને બાતમી મળી હતી કે ઇલેક્ટ્રીક મોટરની ચોરી કરનાર શખ્સ મોરબી-માળિયા ફાટક પાસે સર્કિટ હાઉસ સામે 'નશીબ સ્ક્રેપ' ભંગારના ડેલામાં એક બોલેરોમાં ઇલેક્ટ્રીક મોટરોને તોડી તેમાંથી તાંબાના વાયરનો ભંગાર તથા લોખંડ એલ્યુમિનીય, પીતળ, બીડ વિગેરે ગાડીમાં ભરી વેચવા જવા માટે પેરવી કરે છે. તેવી બાતમીના આધારે પોલીસે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા ઇલેકટ્રીક મોટરોની ચોરી કરનાર ત્રણ શખ્સ તથા ચોરીનો માલ લેનાર ભંગારના ડેલાવાળા ત્રણ શખ્સ મળી છ શખ્સો પાસેથી પોલીસે રૂ. કિ.રૂ.૧,૯૦,૦૦૦નો મુદ્દામાલ રિકવર કરી ચોરીની વસ્તુની હેરફેરમાં વાપરવામાં આવેલી બોલેરે (કિ.રૂ.૩ લાખ) મળી કુલ કિ.રૂ. ૪.૯૦ લાખનો મુદામાલ કબજે કર્યો છે.

કેનાલ પરથી ચોરી કરનાર આરોપીઓ

(૧)કરણભાઇ મોતીભાઇ ટોળીયા (રહે. મોરબી-ર)

(૨) રોહીતભાઇ મુનાભાઇ ઝંઝુવાડીયા (રહે.મોરબી-૨)

(૩) સાગરભાઇ મગનભાઇ પરમાર (રહે.મોરબી-૨)

ચોરીનો મુદામાલ રાખનાર આરોપીઓ

(૧) મંજુરહુસેન રહીમભાઇ ખુરેશી (રહે. કબીર ટેકરી,તા.જી. મોરબી)

(૨) હરીલાલ સ/ઓ.વિરૂજી ગુર્જર (રહે. મહેન્દ્રનગર, તા.જી.મોરબી)

(૩) જાવેદભાઇ અલારખાભાઇ સિપાઇ (રહે. રાજકોટ)