Gujarat

શટલ રિક્ષામાં વૃદ્ધાની સોનાની બંગડીઓ ઉતારી લેનાર ટોળકી પકડાઇ

By GS TEAM
1 Jul 20252 mins read
TukuTouch Logo
સોનાની બંગડીઓ ઉતારીને ભાગી રહેલા આરોપીઓનો બીજી રિક્ષામાં વૃદ્ધાએ પીછો કરી હાઇવે પર પેટ્રોલિંગ કરતી પોલીસની મદદથી આરોપીઓને ઝડપી પાડયા હતા. કપુરાઇ પોલીસે ચાર પૈકી ત્રણને ઝડપી પાડયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

શટલ રિક્ષામાં વૃદ્ધાની સોનાની બંગડીઓ ઉતારી લેનાર ટોળકી પકડાઇ

સોનાની બંગડીઓ ઉતારીને ભાગી રહેલા આરોપીઓનો બીજી રિક્ષામાં વૃદ્ધાએ પીછો કરી હાઇવે પર પેટ્રોલિંગ કરતી પોલીસની મદદથી આરોપીઓને ઝડપી પાડયા હતા. કપુરાઇ પોલીસે ચાર પૈકી ત્રણને ઝડપી પાડયા હતા.  

આજવા રોડ નિમેટા ગાર્ડન પાસે પુનિત નગરમાં રહેતા 75 વર્ષના તારાબેન પ્રવિણભાઇ પટેલ આજે સવારે ઘરેથી નીકળી તરસાલીમાં રહેતી દીકરીના ઘરે જતા હતા. નેશનલ હાઇવે આજવા ચોકડીથી તેઓ રિક્ષામાં બેઠા હતા. શટલ રિક્ષામાં બેઠેલા ગઠિયાઓએ તેમના હાથમાંથી સોનાની બે તોલા વજનની બંગડીઓ કાઢી લીધી હતી. ત્યારબાદ તેઓ વૃદ્ધાને હાઇવે એલ એન્ડ ટી કંપની નજીક ઉતારીને ભાગી ગયા હતા. વૃદ્ધાએ પાછળ આવતી બીજી રિક્ષામાં બેસી આરોપીઓની રિક્ષાનો પીછો કર્યો હતો. તે દરમિયાન ત્યાંથી પસાર થતી  પોલીસ વાનને ઉભી રખાવી વૃદ્ધાએ હકીકત જણાવી હતી. પેટ્રોલિંગ વાને રિક્ષાનો પીછો કરી ઉભી  રખાવી હતી.  પોલીસને જોઇને રિક્ષામાં બેઠેલા ચાર આરોપીઓ પૈકી એક ભાગી ગયો હતો. આરોપીઓએ રસ્તામાં  ફેંકી દીધેલા સોનાની બંગડીના ટૂકડા શોધી કાઢી કબજે કર્યા હતા. પોલીસે બે તોલા વજનનું સોનુ કબજે કર્યુ હતુ. જ્યારે (1) સુનિલ વિનુભાઇ  સોલંકી (રહે. ગામ મોટા ઉજરા, પાર્વતી નગર, તા.ઉકાવા, જિ.અમરેલી) (2) વસંત ઉર્ફે મોગલી કેશુભાઇ સોલંકી (રહે. ગામ દડવા, હનુમાન ગલી, તા. બાબરા, જિ.અમરેલી) તથા (૩) હિંમત ચંદુભાઇ રાઠોડ (રહે. રાજુલા, જિ.અમરેલી)ને ઝડપી પાડયા હતા. જ્યારે ભાગી છૂટેલા આરોપી ધર્મેશ ધીરૃભાઇ ચૌહાણ (રહે. ધોર્યા ડુંગર, ગોઇંદલો,તા.રાજુલા, જિ.અમરેલી)ની શોધખોળ હાથ ધરી છે. પોલીસે સોનાની બંગડીના ટૂકડા,  રિક્ષા તથા મોબાઇલ ફોન મળીને 2.60 લાખની મતા કબજે કરી છે.