વડોદરાથી કારમાં મોરબી જઈ એક જ રાતમાં ત્રણ મકાનમાં ત્રાટકેલી ટોળકી પકડાઈ
વડોદરાના છાણી વિસ્તારની કેનાલ પાસેથી પોલીસે ચોરીના રૂપિયાના ભાગ પાડતા સીકલીગર ગેંગના ત્રણ સાગરીતને ઝડપી પાડ્યા હતા.
વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન છાણી કેનાલ પાસે એક કારમાં ત્રણ શંકાસ્પદ શખ્સ નજરે પડતા પોલીસે કોર્ડન કરીને ત્રણેયને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન ત્રણે પાસેથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડાનું 1.02 લાખ મળી આવ્યા હતા.
પોલીસે કાર અને ચોરીનો મુદ્દામાલ કબજે કરી પૂછપરછ કરતા એકનું નામ પ્રેમસિંગ ઉર્ફે વીમો સતનામસિંગ સીકલીગર (રહે શંકર નગર, સયાજીગંજ તેમજ દંતેશ્વર, ચિંતન નગર), બીજાનું નામ કુલદીપ સિંગ ઉર્ફે સની ભગતસિંહ બાવરી (રહે આંબેડકર ચોક નિઝામપુરા પેન્શન પુરા) તેમજ ત્રીજાનું નામ અમરસિંહ ઉર્ફે પાપે લોહર સિંગ બાવરી (જલારામ નગર ડભોઇ રોડ) હોવાનું ખુલ્યું હતું. ત્રણેય જણા 20 દિવસ પહેલાં કારમાં વડોદરાથી મોરબી ગયા હતા અને ત્રણ મકાનોમાં ચોરી કર્યાની વિગતો ખુલતા વડોદરા પોલીસે મોરબી પોલીસને જાણ કરી છે.