Get The App

ભાવનગરના કારખાનાને ટાર્ગેટ બનાવી લોખંડના ભંગારની ચોરી કરતી ગેંગ ગિરફ્તાર

Updated: Sep 3rd, 2025

GS TEAM

Google News
Google News
ભાવનગરના કારખાનાને ટાર્ગેટ બનાવી લોખંડના ભંગારની ચોરી કરતી ગેંગ ગિરફ્તાર 1 - image


- ટોળકી સમાન લોડીંગ વાહનમાં ભરતી હતા ત્યારે પોલીસે ઉઠાવ્યા

- લોકલ ક્રાઈમ બ્રાન્ચે લોખંડની એંગલ, લોડીંગ વાહન મળી કુલ રૂ. 1.88 લાખનો મુદ્દામાલ કબજે લીધો 

ભાવનગર : ભાવનગરમાં કારખાનાને ટાર્ગેટ બનાવી લોખંડની એંગલ, પતરા સહિતની ચોરીઓને અંજામ આપતી ગેંગને લોકલ ક્રાઈમ બ્રાન્ચે રૂ.૧.૮૮ લાખના મુદામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર એલસીબી, પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ સ્ટાફને બાતમી મળેલ કે, જુના બંદર સરકારી ગોડાઉન પાછળ હનુમાન દાદાના મંદીરની પાસે આવેલ ખુલ્લી જગ્યામાં છ ઇસમો એલ્યુમીનીયમની નાની-મોટી એંગલો તથા પતરા જેવી વસ્તુઓ સાથે હાજર છે અને તેઓ એક સફેદ કલરની ટાટા કંપનીના ફોર વ્હીલ લોડીંગ વાહનમાં ભરે છે. જે બાતમીના આધારે દરોડો પાડી તલાશી લેતા એલ્યુમીનીયમની નાની-મોટી એંગલો તથા નાના-મોટા પતરાના ભંગારનો જથ્થો અંદાજીત ૪૪૦ કિલો ગ્રામ મળી આવતા પોલીસે વિજય ઉર્ફે કાળો વિઠ્ઠલભાઇ મકવાણા (રહે. આનંદનગર સ્લમબોર્ડ, ત્રણ માળીયા બ્લોક નં. ર બીજો માળ ભાવનગર), નિલેષ ઉર્ફે શંકર જીતુભાઇ બારૈયા (રહે. કરચલીયાપરા, આગરીયાવાડ ખાર વિસ્તાર કાળકામાંના મંદીર પાસે ભાવનગર), રવિ ઉર્ફે ટોટો રમેશભાઇ વાઘેલા (રહે. રૂવાપરી રોડ સ્ટીલ કાસ્ટ પાસે મફતનગર ભાવનગર), અમિત ઉર્ફે બાટુ મુકેશભાઇ મકવાણા (રહે. શીવનગર, બાઇલીમાતાનો ખાર, વેજીટેબલના કારખાના પાસે ભાવનગર), હૈદર કાદરભાઇ મુલતાની (રહે. વડવા નેરા સીમલા પાન પાસે, ભાવનગર), નઇમભાઇ પીરભાઇ કાઝી (રહે. કુંભારવાડા પીપરચોક હાઉસીંગ બોર્ડ કવાર્ટર નં.૧૬૮ ભાવનગર) ને એલ્યુમીનીયમની નાની-મોટી એંગલો તથા નાના-મોટા પતરાના ભંગારનો જથ્થો, લોડીંગ ફોર વ્હીલ મળી કુલ રૂ.૧,૮૮,૦૦૦ના મુદામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કરવાહી હાથ ધરી છે.

તસ્કરી ગેંગ વિરૂધ્ધ ચોરીના 12 જેટલા ગુના નોંધાયા છે

લોકલ ક્રાઈમબ્રાન્ચે પકડી પાડેલી ગેંગના ત્રણ શખ્સ પર ભાવનગર શહેરના ગંગાજળિયા અને ઘોઘારોડ પોલીસ મથકમાં ૧૨ ગુના નોંધાયા છે. તદુપરાંત આ ગેંગ કારખાનાની રેકી કરી કારખાનાને ટાર્ગેટ બનાવી લોખંડના ભંગારની ચોરી કરતી હતી.

Tags :