માંડલ-ચુંવાળ પંથકમાં ઠેરઠેર ગણેશવંદના, વિઘ્નહર્તા પંથકમાં ઘેરઘેર બિરાજમાન
- ભક્તોએ બાપ્પાનું ભાવપુર્વક સ્વાગત કર્યું
- સ્વદેશી મંત્રનો હવે ગ્રામ્ય વિસ્તારોમાં શ્રીગણેશ : મોટાભાગના લોકોના ઘરમાં ઈકોફ્રેન્ડલી, માટીની મુત જોવા મળી
માંડલ : ભાદરવા સુદ-૪ એટલે ગણેશચતુર્થીનું પાવન પર્વ... આજથી અમુક વર્ષો પહેલાં આ પર્વ માત્ર મહારાષ્ટ્ર પ્રાંતમાં ઉજવાતો અને મુંબઈ, પુણે સહિતના શહેરોમાં આ સૌથી મોટામાં મોટો ઉત્સવ ગણાય છે. મુંબઈના લાલ બાગચા રાજા અને પુણેના દડુ શેઠ હલવાઈ ગણપતિની ચર્ચા આખાય વિશ્વમાં થાય છે. પરંતુ હવે ગુજરાત સહિત વિવિધ રાજયમાં પણ ગણેશોત્સવ યોજાઈ રહ્યો છે.
અમદાવાદ ગ્રામ્યના માંડલ,દેત્રોજ અને વિરમગામ સહિતના પંથકમાં પણ વિઘ્નહર્તાની વંદના ભક્તો દ્વારા ભાવપુર્વક થાય છે. આજ ગણેશચતુર્થીના પર્વે માંડલ અને ચુંવાળના વિસ્તારોમાં બાપ્પાના આગમન સાથે ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો છે. આ વખતની ગણેશ ચતુર્થી અમદાવાદ ગ્રામ્ય માટે એટલે ખાસ છે કે, હવે સાર્વજનિક ઉત્સવો જુજ અને લોકોએ ઘેરઘેર બાપ્પાની સ્થાપના કરી છે. વડાપ્રધાને દેશને સ્વદેશી વસ્તુઓનો સ્વીકાર કરવા આહ્વાન કર્યું છે અને આ ગણેશ મહોત્સવમાં ભગવાન ગણપતિ દાદાની પ્રતિમાથી એની શરૂઆત ગ્રામ્યમાં થઈ હોય તેમ નજરે પડી રહ્યું છે.
માંડલ, દેત્રોજ પંથકના ઘરોમાં આ વખતે મોટાભાગે માટીની કે ઈકોફ્રેન્ડલી મુતઓ જોવા મળી, કેમિકલયુક્ત કલરો અને પીઓપી વાળી મુતઓથી આપણાં જળાશયોનું પાણી બગડતાં હવે લોકોએ જાગૃત્તિ સાથે સ્વદેશી અપનાવવાનો સ્વીકાર કર્યો છે. આજે ગણેશચતુર્થીના પાવન પર્વે માંડલ નગરના રહેણાંક વિસ્તારોમાં અને ગ્રામ્ય પંથકમાં તેમજ ચુંવાળ પંથકમાં આવેલ રૂદાતલા ગણપતિ મંદિર સહિત લોકોએ ઘેરઘેર બાપ્પાનું સ્વાગત કર્યું, પુજા-અર્ચના અને મહાઆરતી તેમજ રાત્રિના ધામક ઉત્સવો ઉજવ્યાં આજ અનેક ઘરોમાં અતિથી બન્યાં એવા વિઘ્નહર્તા માટે મોદક સહિત મીઠી વસ્તુઓ રાંધવામાં આવી હતી. ઘર પરિવારના સભ્યો સાથે વિસ્તારમાં ગણેશવંદનાનો પ્રારંભ પુમધામપુર્વક થયો હતો. માંડલના કેટલાંક સોસાયટી વિસ્તારો અને અન્ય રહેણાંક વિસ્તારોમાં આડોશી,પાડોશી સહિત નગરના લોકોએ સાર્વજનિક ગણેશ મહોત્સવની પણ ઉજવણી કરી છે. વિસ્તારમાં આજથી શરૂ થતાં ગણેશ મહોત્સવ પરંપરા અનુસાર દસ,સાત કે પાંચ દિવસ દરમ્યાન ચાલશે અને સૌ ગણેશ ભક્તો દ્વારા અભુતપુર્વ આનંદ, ઉલ્લાસનું વાતાવરણ ઉભું કરવામાં આવશે.