Get The App

શ્રીજી રાહ જોતા રહ્યા, પણ શ્રદ્ધાળુઓ લેવા ન આવ્યા! મૂર્તિકારો તેમજ શ્રમજીવી પરિવારો હતાશ

Updated: Aug 29th, 2025

GS TEAM

Google News
Google News
શ્રીજી રાહ જોતા રહ્યા, પણ શ્રદ્ધાળુઓ લેવા ન આવ્યા! મૂર્તિકારો તેમજ શ્રમજીવી પરિવારો હતાશ 1 - image


Ganeshotsav 2025: રાજ્યભરમાં બુધવારે (27મી ઓગસ્ટ) વિઘ્નહર્તાનું આગમન થતા ભક્તો બાપ્પાની સેવા-પૂજામાં લાગી ગયા છે. પરંતુ હાટકેશ્વર, કોતરપુર, મેમ્કો, કુબેરનગર, ગુલબાઈ ટેકરા, વેજલપુર સહિતના બજારોમાં હજુ ગણેશજીની સંખ્યાબંધ પ્રતિમાઓ શ્રદ્ધાળુઓની રાહ જોતી નજરે પડે છે. આ વર્ષે શહેરમાં યોજાતા સાર્વજનિક મહોત્સવોની સંખ્યા અડધોઅડધ થઈ જતા મોટા પ્રમાણમાં મૂર્તિઓ વેચાઈ નથી. જેથી ચારેક મહિના અગાઉથી ઉત્સાહભેર પ્રતિમાઓ બનાવી રહેલા મૂર્તિકારો અને શ્રમજીવી પરિવારોને નુકસાન થતા તેઓ હતાશ થઈ ગયા છે.

યુવા વર્ગની ઝડપી જીવનશૈલીમાં સામાજિક ઉત્સવોની ઉજવણીનો ઉત્સાહ ઓસર્યો

અમદાવાદમાં છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી સાર્વજનિક ગણેશ મહોત્સવના આયોજનોમાં સતત ઘટાડો થઈ રહ્યોછે. આ અંગે સાર્વજનિક ગણેશ મહોત્સવ અસોસિયેશનના પ્રમુખ ગણેશ ક્ષત્રિય જણાવે છે કે, 'એક દસકા પૂર્વે દર વર્ષે શહેરમાં ઊભા કરાતા 1000થી 1200 ગણેશ પંડાલ સામે હવે આ સંખ્યા ઘટીને 500થી 600 પર આવીને અટકી ગઈ છે. ખાસ કરીને કાલુપુર, સારંગપુર, ઘીકાંટા, ખાડિયા સહિત કોટ વિસ્તારમાં અગાઉ 100થી વધુ ગણેશ મહોત્સવના આયોજન કરાતા હતા. પરંતુ હવે કોટવિસ્તાર કમર્શિયલ પ્રવૃત્તિઓ વધી જતા માંડ 25થી 30 ગણેશ પંડાલ દેખાય છે. ઉપરાંત અગાઉ મોટી સંખ્યામાં યુવા મંડળો દ્વારા સમૂહઉત્સવ યોજાતા હતા. પરંતુ આજની ઝડપી જીવનશૈલીમાં યુવાનોને સામાજિક કાર્યક્રમો માટે સમય નહીં મળતા આયોજનો ઓછા થઈ ગયા છે.'

આ પણ વાંચો: મહિષાસુરનો વધ કરીને અંબા માતાજી મહિષાસુર મર્દિની કહેવાયા, જાણો શું છે ઈતિહાસ

50-60 વર્ષોથી યોજાતામહોત્સવ યથાવત છે. હાલ સૌથી વધુ પંડાલ અમરાઈવાડી, ઈસનપુર, વસ્ત્રાલ, મણિનગર વગેરેમાં જોવા મળે છે. હવે લોકો ઘરે જ ગણેશની સ્થાપના કરી પૂજા-પાઠ કરી લે છે. જેથી હાલ બજારોમાં સંખ્યાબંધ મૂર્તિઓ જૈસે-થે હાલતમાં છે. એક તો આ વર્ષે માટી સહિતના કાચાસામાનનો ભાવ વધી જતા મૂર્તિનો ખર્ચ પણ વધી ગયો હતો. અવામાં વેચાણ ઓછું થતા શ્રમજીવી પરિવારોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

Tags :