Gujarat

ગાંધીનગર નજીક ST બસના ટાયર નીચે કચડાઈ જતાં સગીરનું કરુણ મોત; બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો

By GS TEAM
13 Oct 20251 min read
TukuTouch Logo
ગાંધીનગર જિલ્લાના માણસા-કલોલ ત્રણ રસ્તા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં એસટી બસના ટાયર નીચે કચડાઈ જવાથી એક 17 વર્ષીય સગીરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાંધીનગર નજીક ST બસના ટાયર નીચે કચડાઈ જતાં સગીરનું કરુણ મોત; બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો

Bus Accident on Gandhinagar: ગાંધીનગર જિલ્લાના માણસા-કલોલ ત્રણ રસ્તા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં એસટી બસના ટાયર નીચે કચડાઈ જવાથી એક 17 વર્ષીય સગીરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક સગીરની ઓળખ રાહુલ જગતસિંહ ઠાકોર (ઉ.વ. 17, રહે. ઇટલા, માણસા) તરીકે થઈ છે. રાહુલ તેના મિત્ર ઠાકોર સંજય નટવરજી સાથે કામ અર્થે એક્ટિવા પાસે ઊભો હતો, તે સમયે આ દુર્ઘટના બની હતી.

GSRTCની બસ (નંબર GJ-18-Z-5998)ના ચાલકે પોતાની બસ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવીને રાહુલને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસનું ટાયર રાહુલના શરીર પરથી ફરી વળ્યું હતું, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ઈજાગ્રસ્ત રાહુલને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પર હાજર ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આ ઘટના અંગે માણસા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બેફામ રીતે બસ ચલાવીને સગીરનું મોત નિપજાવનાર બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.