Gujarat

ગાંધીનગર SOG ના પોલીસ કોન્સ્ટેબલે વતનમાં જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

By GS TEAM
10 Nov 20251 min read
TukuTouch Logo
ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) માં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલ દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો હોવાની એક દુઃખદ ઘટના સામે આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાંધીનગર SOG ના પોલીસ કોન્સ્ટેબલે વતનમાં જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

Gandhinagar News: ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) માં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલ દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો હોવાની એક દુઃખદ ઘટના સામે આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર SOG ખાતે પીસી તરીકે ફરજ બજાવતા નરેન્દ્રસિંહ ઈશ્વરસિંહ ચાવડાએ રવિવારે મોડી રાત્રે માણસા તાલુકાના હરણા હોડા ગામમાં આવેલા પોતાના નિવાસસ્થાને ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. અગમ્ય કારણોસર નરેન્દ્રસિંહે આત્મહત્યા કરી લેતાં બે દીકરી અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. તેમના પરિવારમાં પત્ની, બે દીકરી અને દોઢ વર્ષનો એક દીકરો છે. 

આ ચોંકાવનારી ઘટના પાછળનું કારણ હજુ સુધી અકબંધ છે. નરેન્દ્રસિંહ ચાવડાએ કયા સંજોગોમાં આ આત્યંતિક પગલું ભર્યું તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. માણસા પોલીસે ગુનો નોંધીને આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ કાર્યવાહી શરૂ કરી છે.