ગાંધીનગર આરટીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો છ મહિનામાં બે વખત એસીબીની ટ્રેપ
ઓનલાઇન,
પેપરલેસ, ફેસલેસની
વાતો વચ્ચે
કર્મચારી-અધિકારી ફોલ્ડરીયા રાખીને લાંચ લેતા હોવાની ફરિયાદ રોડ ચેકિંગમાં પણ સિક્યોરીટી ગાર્ડ મારફતે રૃપિયા પડાવવાની પ્રથા
એક બાજુ વાહન વ્યવહારના ઉચ્ચ અધિકારી આરટીઓ કચેરીમાં સબ
સલામત હોવાના અને ઓનલાઇન-ફેસલેસ તથા પેપરલેસની સિસ્ટમને કારણે લાંચ પ્રથા નાબૂદ થઇ
ગઇ હોવા તેવા દાવા કરે છે પરંતુ ગુજરાતની મોડેલ ગાંધીનગર આરટીઓમાં છેલ્લા છ જ
મહિનામાં બે વખત એન્ટી કરપ્શન બ્યુરોની સફળ ટ્રેક અધિકારીઓના આ દાવાનું ખંડન કરે
છે.આરટીઓ કચેરીમાં અધિકારીની ચેમ્બર બહાર જ બેફામરીતે ઓફલાઇન લાંચ લઇને ગેરરીતી
આચરવામાં આવે છે. એટલુ જ નહીં,
ઘણા ઇન્સ્પેક્ટર્સ-અધિકારીઓ જ નહીં કર્મચારીઓ પણ કોઇના કોઇ દસ્તાવેજ કે
કાગળીયાની ભુલ કાઢીને અરજદારને હેરાન કરે છે અને આકરા નિયમોની આડમાં એજન્ટો મારફતે
લાંચ લઇને કટકી કરીને કામ કરી આપે છે.
આ માટે આરટીઓમાં એજન્ટો તથા ફોલ્ડર નામ પ્રચલિત છે. ત્યારે
આ ફોલ્ડર રાખીને રૃપિયા ઉઘરાવવાની પ્રથા છે આરટીઓ કચેરીમાં જ આ ફોલ્ડર
અધિકારી-ઇન્સ્પેક્ટર્સ વતી વાહનોનું ફિટનેસ ચેક કરતા બિન્દાસ જોવા મળે છે તો રોડ
ઉપર પણ ઇન્સ્પેક્ટર વતી સિક્યોરીટી ગાર્ડ લાંચ લેતા જોવા મળે છે.ઉચ્ચ અધિકારીઓને આ
અંગે ખ્યાલ હોવા છતા આ ફોલ્ડર પ્રથા નાબુદ કરવામાં આવતી નથી જે અધિકારીઓની કામગીરી
ઉપર પણ સવાલો ઉભા કરે છે.
અગાઉ ટ્રેપની ગંધ આવી જતા આરટીઓ ખાલી થઇ ગઇ હતી
ગાંધીનગર આરટીઓમાં તા.૧૪મી ઓગસ્ટના રોજ એકાએક કેટલાક
અધિકારી કર્મચારીઓ પોતાની જગ્યા છોડીને ગાયબ થઈ ગયા હતા તો બીજી બાજુ દરરોજ કામકાજ
અને 'વ્યવહાર' લઇને આવતા
એજન્ટોને નહીં આવવા માટે કાનોકાન ખબર કરી દેવામાં આવી હતી.એસીબીની ટ્રેપ થવાની વાત
વહેતી થતા આરટીઓમાં આજે કામગીરી લગભગ બંધ થઈ ગઈ હતી એજન્ટોને નહીં આવવા માટે સ્પષ્ટ
સૂચના આપી દેવામાં આવી હતી આ વાતને ૨૦ દિવસની અંદર જ એસીબીએ ટ્રેપ કરીને ગાર્ડને
પકડી પડાયો હતો જો કે આ ટેબલના ક્લાર્ક સૂચક ગેરહાજર જણાયા હતા.