Get The App

ઉલટા ચોર કોતવાલ કો દંડે! ફરાર ભાજપ MLA ગજેન્દ્રને બચાવવા મહિલા સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ

Updated: Mar 23rd, 2025

GS TEAM

Google News
Google News
ઉલટા ચોર કોતવાલ કો દંડે! ફરાર ભાજપ MLA ગજેન્દ્રને બચાવવા મહિલા સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ 1 - image

BJP MLA Gajendra Singh News : પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને ફરિયાદી મહિલાએ ગાંધીનગર જિલ્લાના વાસણા ચૌધરી ગામના એક ફાર્મમાં ઝડપીને પીછો કરતા સમયે થયેલા અકસ્માતની ઘટના બાદ મુંઝવણમાં મુકાયેલી ગાંધીનગર પોલીસે આ સમગ્ર ઘટનામાં શંકાસ્પદ ભૂમિકા ભજવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમાં પોલીસે  દહેગામ પોલીસ મથકે મહિલા અને અન્ય્ વ્યક્તિ વિરૂદ્ધ  હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે. જ્યારે મહિલા સાથે બનેલી સમગ્ર ઘટનામાં કોઇ પુરાવા ન હોવાનું કારણ આપીને  તપાસ પણ કરી નહોતી.

પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ કરનાર મહિલાએ ગાંધીનગર જિલ્લાના વાસણા ચૌધરી ગામના ફાર્મ હાઉસ પર ગજેન્દ્રસિંહને ઝડપી લેતા તે ડઇવર સંજય ઝાલા સાથે નાસી ગયો હતો.  બાદમાં બમ્પ આવતા અકસ્માત થતા મહિલાને કારને નુકશાન થયું હતું અને ગજેન્દ્રસિંહ કારમાં થોડા કિલોમીટર બાદ ઉતરીના નાસી ગયાનો આક્ષેપ હતો. પરંતુ, ત્યારબાદ આ કેસમાં પોલીસે સમગ્ર ઘટનામાં ગજેન્દ્રસિંહ હાજર ન હોય તેમ ડઇવરની ફરિયાદ ગાંધીનગર સેક્ટર-7 પોલીસ મથકે નૅોંધી હતી. બીજી ફરિયાદ દહેગામ પોલીસ મથકે નોંધી હતી.

જેમાં મહિલા અને તેની સાથે રહેલા વ્યક્તિ વિરૂદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. જેમાં મહિલાએ તેની કારથી ક્રેટા કારને પાછળથી ટક્કર મારીને અકસ્માત કરીને મારી નાખવાના પ્રયાસનો ઉલ્લેખ હતો.  આમ, ફાર્મ હાઉસ પર ગજેન્દ્રસિંહ સાથે કોઇ ઘટના બની ન હોવાનું સાબિત કરીને મહિલાએ ખોટા આક્ષેપ કર્યાનું કહીને તેની ફરિયાદ નોંધવાનું ટાળ્યું હોવાનો આક્ષેપ  કરાયો છે.  સાથેસાથે દહેગામ પોલીસે દાવો કર્યો છે કે મહિલા પાસે કોઇ પુરાવા નથી. પરંતુ, પિડીત મહિલાએ ફાર્મ હાઉસની બહારથી પોલીસને કરેલા, ક્રેટા કારનો પીછો થતો વિડીયો સહિતના પુરાવા આપવાની વાત કરી હતી. જો કે પોલીસે આ પુરાવાને આધારે કોઇ કાર્યવાહી કરી નહોતી. આમ, ગાંધીનગર પોલીસની કાર્યવાહીને લઇને શંકા મજબૂત બની છે.