Get The App

ગાંધીનગરમાં 5 વર્ષીય બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપી પર પોલીસ ફાયરિંગ, ભાગવા જતાં પગમાં ગોળી ધરબી

Updated: Dec 20th, 2025

GS TEAM

Google News
Google News
ગાંધીનગરમાં 5 વર્ષીય બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપી પર પોલીસ ફાયરિંગ, ભાગવા જતાં પગમાં ગોળી ધરબી 1 - image


Gandhinagar Police firing: ગાંધીનગરના સેક્ટર-24માં આવેલા ઇન્દિરા નગર છાપરા વિસ્તારમાં 5 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની પીડાદાયક ઘટના કેસમાં આરોપીએ આજે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પોલીસે જવાબી કાર્યવાહીમાં પગમાં ગોળી મારી હતી. મળતી માહિતી અનુસાર રિકન્ટ્રક્શન દરમિયાન તકનો લાભ લઈ ભાગવાનો પ્રયાસ કરનાર દુષ્કર્મ કેસના આરોપી પર સેક્ટર 21 પીઆઈએ આરોપીએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક ગોળી આરોપીને પગમાં વાગી છે. આરોપીને હાલ ગાંધીનર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. દુષ્કર્મી આરોપીને પોલીસ દ્વારા ગોળી મારવામાં આવતા ઘટના પર હાજર લોકોએ ગાંધીનગર અને ગુજરાત પોલીસ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.

શૌચક્રિયા માટે નીકળેલી બાળકી પર વિકૃત આરોપીએ આચર્યું હતું દુષ્કર્મ

ગત 15 ડિસેમ્બરના રોજ ગાંધીનગરના ઇન્દિરા નગર છાપરા વિસ્તારમાં રહેતી 5 વર્ષીય બાળકી રાત્રે ઊંઘમાંથી જાગીને શૌચક્રિયા માટે જઈ રહી હતી, ત્યારે જ અંધારામાં છુપાયેલા એક હવસખોરે તેને ઝડપી લીધી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ક્રૂર કૃત્ય બાદ વિકૃત આરોપી બાળકીને તેના ઘર પાસે મૂકીને ભાગી ગયો હતો. ભયના માર્યા ગભરાયેલી બાળકી રડતાં રડતાં તેની દાદી પાસે પહોંચી હતી. માસૂમ બાળકી ડરને કારણે શું બન્યું તે કહી શકી નહોતી, પણ માત્ર એટલું જ કહ્યું કે, 'ભૂત આવ્યું હતું' અને ત્યાર બાદ તે જઈને સૂઈ ગઈ હતી. બાળકીના આ શબ્દોએ ઘટનાની ભયાનકતાને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો.

ગાંધીનગરમાં 5 વર્ષીય બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપી પર પોલીસ ફાયરિંગ, ભાગવા જતાં પગમાં ગોળી ધરબી 2 - image
દુષ્કર્મી આરોપી  રામ ગનીત દેવ નંદન યાદવ


દુષ્કર્મી આરોપી બિહારનો વતની

સૂત્ર મુજબ મળતી માહિતીને આધારે  આરોપી રામસિંગ(રામ ગનીત દેવ નંદન યાદવ) બિહારનો વતની છે, તે સેક્ટર 25 જીઆઇડીસીની એક ડેરીમાં કામ કરતો હતો. તે દુષ્કર્મના ઈરાદે રાત્રે સેક્ટર 24 ઇન્દિરા નગર છાપરા વિસ્તારમાં ફરતો હતો. જ્યાં બાળકી બહાર શૌચક્રિયા માટે નીકળતા તકનો લાભ લઈ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ટેકનિકલ સર્વેન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ થઈ હતી. જે બાદ આજે ઘટનાનું રિકન્ટ્રક્શન કરવા માટે સ્થળ પર પોલીસ કાફલા સાથે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે ત્રણ રાઉન્ડ ફાયર કર્યા હતા. જેમાંથી એક ગોળી દુષ્કર્મી આરોપીના પગમાં વાગી હતી. આ ઉપરાંત ગત 10 દિવસમાં એક દુષ્કર્મ તેમજ એક ડબલ મર્ડરના આરોપી પર પોલીસે ફાયરિંગ કર્યું હતું.


11 ડિસેમ્બરે આટકોટ દુષ્કર્મના આરોપી પર થયું હતું ફાયરિંગ

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટમાં છ વર્ષની બાળકી પર બનેલા અતિ ગંભીર દુષ્કર્મ અને હેવાનિયતની ઘટનાના આરોપી રામસિંહે પોલીસની સખત અને ત્વરિત કાર્યવાહીથી ડરીને પોતે કરેલી ભૂલનો એકરાર કર્યો હતો. પોલીસે કરેલી કાર્યવાહીના પગલે આરોપીએ કણસતા અવાજે કહ્યું હતું કે, 'મારી ભૂલ થઈ ગઈ. હું ક્યારેય ગુજરાત સામે જોઈશ નહીં. હું કયારેય ગુજરાતમાં આવીશ નહીં.' આરોપીના આ શબ્દો પોલીસની સખતાઈ દર્શાવે છે, જેનાથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે. મહત્વનું છે કે આરોપી રામસિંહની ધરપકડની કાર્યવાહી દરમિયાન નાટકીય વળાંક આવ્યો હતો. પોલીસે આરોપી રામસિંહને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે ભાગવાનો અને પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે સ્વબચાવમાં આરોપી પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેના કારણે આરોપીના પગમાં ઇજા થઈ હતી અને તે ઝડપાઈ ગયો હતો.આ કાર્યવાહીમાં એક પોલીસ જવાન પણ ઇજાગ્રસ્ત થયો હતો. પોલીસની આ સખત અને ત્વરિત કાર્યવાહીએ આરોપીને માત્ર ગુનો કબૂલ કરવા મજબૂર નથી કર્યો, પરંતુ ભવિષ્યમાં ગુજરાતમાં ન આવવા અને આવી ભૂલ ક્યારેય ન કરવાના વચન પણ આપ્યા છે. આ કિસ્સામાં પોલીસે દાખવેલી આક્રમકતાને કારણે રાજ્યમાં ગુના આચરતા તત્વોમાં કાયદાનો ડર પેદા થયો છે.

16 ડિસેમ્બરે ડબલ મર્ડર કેસના આરોપી પર થયું હતું પોલીસ ફાયરિંગ

સુરતના ગોડાદરા ડબલ મર્ડર કેસમાં ફરાર બુટલેગર શિવા ટકલા પર પોલીસે ફાયરિંગ થયું હતું. મુખ્ય સૂત્રધાર શિવા ટકલા નામનો આરોપી ફરાર હોવાથી મંગળવારે (16 ડિસેમ્બર) બાતમીના આધારે પોલીસ તેને પકડવા પહોંચી હતી. આ દરમિયાન આરોપી શિવાએ પોલીસ પર હુમલો કરતાં પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું હતું. જેમાં શિવા ટકલાને જમણા પગમાં ગોળી વાગતા ઈજાગ્રસ્ત થયો હતો.  સુરતના ગોડાદરા વિસ્તારમાં ગત 1 ડિસેમ્બરના રોજ માત્ર 20 હજારની ઉઘરાણી મામલે કુખ્યાત બુટલેગર સહિતના આરોપીઓએ ત્રણ યુવાનનું અપહરણ કર્યું હતું. આ પછી આરોપીએ ત્રણેય  યુવકને ઢોર માર મારીને ક્રૂરતા આચરી હતી. સમગ્ર ઘટનામાં સોએબ શેખ અને નાઝીમનું મોત નીપજ્યું હતું, જે બાદ પોલીસ જાપ્તામાંથી આરોપીએ છટકવાનો પ્રયાસ કરતાં તેને પગમાં ગોળી મારવામાં આવી હતી.