Gujarat

જ્યાં જુઓ ત્યાં ડુપ્લીકેટ... ગાંધીનગરની સમરસ હોસ્ટેલના ભોજનમાં બનાવટી પનીર પીરસાયું, વિદ્યાર્થીએ કર્યો હલ્લાબોલ

By GS TEAM
18 Dec 20252 mins read
TukuTouch Logo
ગુજરાતમાં નકલી પનીર ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે, લોકો પૈસા આપી ઝેર ખરીદી રહ્યા છે તો પણ નમાલું બનેલું ફૂડ વિભાગ હાથ પર હાથ ધરી બેઠું છે. યોગ્ય કડક કાર્યવાહી ન કરી અંદર ખાને ખાણીપીણીના નકલી માલસામાનને પ્રોત્સાહન આપી છે. ગુજરાતના પાટનગરમાં પણ સમરસ હોસ્ટેલ વિદ્યાર્થીઓએ રાત્રિ ભોજનમાં નકલી પનીર પીરસવામાં આવતું હોવાનો દાવો કરી હલ્લાબોલ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જ્યાં જુઓ ત્યાં ડુપ્લીકેટ... ગાંધીનગરની સમરસ હોસ્ટેલના ભોજનમાં બનાવટી પનીર પીરસાયું, વિદ્યાર્થીએ કર્યો હલ્લાબોલ

Gandhinagar News: ગુજરાતમાં નકલી પનીર ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે, લોકો પૈસા આપી ઝેર ખરીદી રહ્યા છે તો પણ નમાલું બનેલું ફૂડ વિભાગ હાથ પર હાથ ધરી બેઠું છે. યોગ્ય કડક કાર્યવાહી ન કરી અંદર ખાને ખાણીપીણીના નકલી માલસામાનને પ્રોત્સાહન આપી છે. ગુજરાતના પાટનગરમાં પણ સમરસ હોસ્ટેલ વિદ્યાર્થીઓએ રાત્રિ ભોજનમાં નકલી પનીર પીરસવામાં આવતું હોવાનો દાવો કરી હલ્લાબોલ કર્યો છે. 

 ISI માર્ક વગરનું પનીર

ખાવું તો ખાવું શું? હાલ પ્રશ્ન પાટનગર ગાંધીનગરના સેક્ટર 15માં આવેલી સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. કારણ કે આરોપ છે કે ગુજરાત સરકારના સામાજિક ન્યાયની અધિકારીતા વિભાગ દ્વારા ચાલતી સમરસ હોસ્ટેલમાં ભોજનમાં લાલિયાવાડી ચાલી રહી છે. વિદ્યાર્થીઓ અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે પણ ના તો હોસ્ટેલના જવાબદારો કોઈ પગલાં લઈ રહ્યા છે ન તો ફૂડ વિભાગ ચેકિંગનો તમાશો કરી રહ્યું છે. આજે 18 ડિસેમ્બરે વિદ્યાથીઓએ નકલી પનીરવાળું રાત્રિ ભોજનમાં આવતા કિચનમાં જ પોતાના હક્ક માટે વિરોધનું શસ્ત્ર હાથમાં લીધું હતું. અને સૂત્રોચ્ચાર કરી નારાજગી વ્યક્ત કરી હતી. વિદ્યાર્થીઓને આરોપ છે કે ISI માર્ક વગરનું પનીર હોય છે. 


રસોડામાં સાફ સફાઇ નથી

વિદ્યાર્થીઓનો દાવો છે કે અનેક વખત હોસ્ટેલના સંચાલકોને ભોજન બાબતે ફરિયાદ કરવામાં આવી છે કે આ નકલી પનીર છે કોઈ વિદ્યાર્થીઓ જમશે નહીં છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી. ઉપરાંત ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના બજેટ અને નિયંત્રણ હેઠળ સમરસ હોસ્ટેલ ચલાવવામાં આવે છે. મોટે ભાગે મોટા કોન્ટ્રાકટરોને જ રસોઈનો કોન્ટ્રાકટ મળે છે પણ ન કોઈ રસોડામાં સાફ સફાઇ છે ન ખાવામાં કોઈ સ્વાદ, બસ રૂપિયા રળી લેવા વિદ્યાથીઓના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે.

વિદ્યાર્થીઓનો  દાવો છે કે આ પનીર નકલી છે , ISI માર્ક નથી

અધિકારીને ફોન ઉપાડવાનો સમય નથી

હોસ્ટેલમાં રહેતા એક જાગૃત વિદ્યાર્થી દ્વારા માહિતી આપવામાં આવી કે હોસ્ટેલમાં 500 જેટલા વિધાર્થીઓ રહે છે. જેમનું આરોગ્ય ગંદકીમાં રંધાતા ભોજનથી જોખમમાં છે. આ ઘટના થયા બાદ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના ડિરેક્ટરનો સંપર્ક કરવામાં આવ્યો હતો પણ તેઓએ ફોન ઉપાડવાની પણ તસ્દી લીધી ન હતી.