Get The App

ગુજરાત ST બસના ભાડામાં ફરી 3%નો વધારો, 9 મહિનામાં મુસાફરો પર 13%નો બોજ ઝીંકાયો

Updated: Dec 31st, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાત ST બસના ભાડામાં ફરી 3%નો વધારો, 9 મહિનામાં મુસાફરો પર 13%નો બોજ ઝીંકાયો 1 - image


Gujarat ST fare Hike: નવા વર્ષની શરુઆત ટાણે જ લોકો પર વધુ એક વાર મોંઘવારીનો માર ઝીંકવામાં આવ્યો છે. સરકાર દ્વારા ગુજરાત એસટી ભાડામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આજ મધ્યરાત્રિથી જ આ ભાવ વધારો અમલમાં આવશે.

27 લાખ મુસાફરોને થશે અસર

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) 31 ડિસેમ્બર 2025ની મધ્યરાત્રિ એટલે કે 1 જાન્યુઆરી 2026થી 3 ટકા ભાડા વધારાનો અમલ થઈ જશે જેથી 27 લાખ મુસાફરો પર ભાડાનો બોજ વધશે. મુસાફરોને વધુ સારી સેવાઓ પૂરી પાડવાના હેતુથી ભાડામાં વધારો કરવામાં આવ્યો હોય તેવું જણાવવામાં આવ્યું છે.

9 કિ.મી. સુધી કોઈ ભાડા વધારો નહીં

લોકલ સર્વિસોમાં કુલ મુસાફરો પૈકી 85% મુસાફરો (દરરોજ અંદાજિત 10 લાખ જેટલા) 48 કિ.મી. સુધીની મુસાફરી કરે છે. જેમાં 9 કિ.મી.સુધીના મુસાફરોને કોઈ ભાડા વધારો થશે નહીં, જ્યારે 10 કિ.મી.થી 60 કિ.મી.ના મુસાફરોને રૂ.1/-નો ભાડા વધારો આપવો પડશે.

આ પહેલા 10 ટકા વધ્યું હતું એસટી ભાડું

9 મહિનામાં બીજી વખત ગુજરાત એસટી ભાડામાં વધારો કરવામાં આવ્યો છે, આ પહેલા 28 માર્ચના રોજ 10 ટકાનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો.

 ગુજરાત ST બસના ભાડામાં ફરી 3%નો વધારો, 9 મહિનામાં મુસાફરો પર 13%નો બોજ ઝીંકાયો 2 - image


ગુજરાત ST બસના ભાડામાં ફરી 3%નો વધારો, 9 મહિનામાં મુસાફરો પર 13%નો બોજ ઝીંકાયો 3 - image