Get The App

હવે જમીન માપણી માટે મહિનાઓ સુધી રાહ નહીં જોવી પડે, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય

Updated: Dec 9th, 2025

GS TEAM

Google News
Google News
હવે જમીન માપણી માટે મહિનાઓ સુધી રાહ નહીં જોવી પડે, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય 1 - image


Land Survey News: જમીન માપણીના કામમાં સરળતા લાવવા અને ફાઇલોના ચક્કરનું ભારણ ઘટાડવા ગુજરાત સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. હવે  ખાનગી લાયસન્સી સર્વેયરોને લાયસન્સ જારી કરવાની સત્તા  જિલ્લા કલેક્ટર સોંપી દેવામાં આવી છે. 4 ડિસેમ્બર 2025થી નવો નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે. આ સુધારાથી જમીન માપણી જિલ્લા સ્તરે ઝડપી બનશે તેમજ જવાબદેહી સુનિશ્ચિત થશે. 

અરજી સેટલમેન્ટ કમિશ્નર સુધી જતી હતી

હાલની વ્યવસ્થા પ્રમાણે અરજી સેટલમેન્ટ કમિશ્નર સુધી જતી હતી જેમાં ખૂબ સમય લાગતો હતો. જેના કારણે લોકોને જમીન માપણી માટે મહિનાઓના મહિનાઓ રાહ જોવી પડતી હતી. જેની ફરિયાદો મોટાપાયે ઉઠતાં સરકારે સિસ્ટમને સુધારવાનો નિર્ણય કર્યો હતો. જેમાં સત્તાની ફેરબદલી કરી ક્લેક્ટરને જવાબદારી સોંપી દેતા હવે જમીન માપણીના કામમાં વેગ આવશે. 

સંપૂર્ણ મોનિટરિંગ હવે કલેક્ટર કચેરી હેઠળ આવ્યું

નવા ઠરાવ પ્રમાણે સર્વેયરનું સંપૂર્ણ મોનિટરિંગ હવે કલેક્ટર કચેરી હેઠળ આવી ગયું છે. કલેક્ટરની ભૂમિકા માત્ર લાયસન્સ આપવા પૂરતી મર્યાદિત નથી. હવે તે  જિલ્લાકક્ષાએ સર્વેયરની સંપૂર્ણ પ્રોફાઇલ વેરિફિકેશન, લાયકાત ચકાસણી, ફી નક્કી કરવી, કેસ ફાળવવા, તેમજ તેમની કામગીરી પર નજર રાખવાની રહેશે. જે મુજબ જમીન સર્વેયરનું સંપૂર્ણ મોનિટરીંગ ક્લેક્ટર કચેરીને સોંપી દેવાયું છે. 

શું ફાયદો થશે?

મહેસૂલ વિભાગના સૂત્ર મુજબ આ વહીવટી બદલાવથી માપણીના પેન્ડિંગ કેસોમાં મોટો ઘટાડો થશે તેમજ ક્લેક્ટર કચેરીને હવે તેમની જરૂરિયાત અને  કેસના ભાર મુજબ સર્વેયરો ફાળવવાની છૂટછાટ મળશે. 

પોલીસ વેરિફિકેશન ફરજિયાત

ભ્રષ્ટાચાર અટકાવવા માટે પોલીસ વેરિફિકેશન ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. કલેક્ટર દરેક લાયસન્સનો ડિજિટલ રૅકોર્ડ પણ જાળવશે અને સમય મુજબ રાજ્યને રિપોર્ટ કરશે. જિલ્લાકક્ષાએ સત્તા આપવાથી નાગરિકોને સ્થાનિક સ્તરે જ ઝડપી સેવા મળશે તેવું ગુજરાત સરકારનું માનવું છે.

હવે જમીન માપણી માટે મહિનાઓ સુધી રાહ નહીં જોવી પડે, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય 2 - imageહવે જમીન માપણી માટે મહિનાઓ સુધી રાહ નહીં જોવી પડે, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય 3 - imageહવે જમીન માપણી માટે મહિનાઓ સુધી રાહ નહીં જોવી પડે, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય 4 - imageહવે જમીન માપણી માટે મહિનાઓ સુધી રાહ નહીં જોવી પડે, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય 5 - image

Tags :