Get The App

કલોલમાં એક્સ.આર્મીમેને કર્યું ફાયરિંગ, રિંકુ ભરવાડ નામના યુવકનું મોત, ત્રણ ઘાયલ

Updated: Nov 8th, 2024

GS TEAM

Google News
Google News
કલોલમાં એક્સ.આર્મીમેને કર્યું ફાયરિંગ, રિંકુ ભરવાડ નામના યુવકનું મોત, ત્રણ ઘાયલ 1 - image


Gandhinagar Firing: ગાંધીનગરના કલોલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં કલોલના દંતાલી પાસે તકરાર દરમિયાન ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયાં છે અને એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. ઈજાગ્રસ્ત લોકોને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 

શું હતી સમગ્ર ઘટના? 

મળતી માહિતી મુજબ, ગાંધીનગરના કલોલમાં દંતાલી પાસે એક પૂર્વ આર્મી જવાન રમેશ ભરવાડે ફાયરિંગ કરી હોવાની ઘટના સામે આવી છે. ઘર પાસે થતી અવર-જવરના મુદ્દે તકરાર થઈ હતી. આ તકરાર વધતાં આર્મી જવાને ફાયરિંગ કર્યા હોવાની ઘટના સામે આવી છે. 

આ પણ વાંચોઃ અમદાવાદના ગાંધી આશ્રમનો રોડ આવતીકાલથી થશે બંધ, જાણીલો કયા રૂટથી કરી શકાશે અવરજવર

ત્રણ લોકો ઈજાગ્રસ્ત, આરોપીની ધરપકડ

તકરાર બાદ પૂર્વ આર્મી જવાન રમેશ ભરવાડે ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં રિંકુ ભરવાડ નામના કિશોરનું મોત થયું છે. જ્યારે વિપુલ, વિજય અને ગોપાલ ભરવાડ ઈજાગ્રસ્ત થયા છે. જેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જો કે, પોલીસે આરોપી રમેશ ભરવાડની ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચોઃ સાયરનવાળી કાર સહિતનો કાફલો રાતે બરડા સફારી વીંધીને નીકળતાં વિવાદ

પોલીસે હાથ ધરી તપાસ

સમગ્ર મુદ્દે પોલીસને જાણ થતાં ઈજાગ્રસ્તની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ બાદ પોલીસે પૂર્વ આર્મી જવાનની સામે ગુનો નોંધી હથિયાર સાથે ધરપકડ કરી છે. પોલીસે આરોપીની પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

Tags :