Gujarat

ગાંધીનગરમાં વિકાસ ગાંડો થયો: બે અંડર પાસ પાણીથી તરબોળ થતાં રસ્તા બંધ

By GS TEAM
19 Jun 20252 mins read
TukuTouch Logo
રાજ્યભરમાં બુધવારે (18 જૂન) મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે. એકબાજુ મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે, ત્યાં બીજી બાજુ પાલિકાની પોલ ખુલી રહી છે. સામાન્ય વરસાદમાં ગુજરાતના પાટનગરના વિકાસની પોલ ખૂલી ગઈ છે. વરસાદમાં અંડરપાસ ભરાઈ જવાથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાંધીનગરમાં વિકાસ ગાંડો થયો: બે અંડર પાસ પાણીથી તરબોળ થતાં રસ્તા બંધ

Gandhinagar Rain: રાજ્યભરમાં બુધવારે (18 જૂન) મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે. એકબાજુ મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે, ત્યાં બીજી બાજુ પાલિકાની પોલ ખુલી રહી છે. સામાન્ય વરસાદમાં ગુજરાતના પાટનગરના વિકાસની પોલ ખૂલી ગઈ છે. વરસાદમાં અંડરપાસ ભરાઈ જવાથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 

20 દિવસ પહેલાં ખુલ્લો મૂકાયેલો અંડરપાસ પાણીમાં ગરકાવ

સેક્ટર-21 અને ઘ-4 અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા ટ્રાફિક પોલીસને બંને છેડા બેરિકેડ વડે બંધ કરી ટ્રાફિક ડાયવર્ટ કરવો પડ્યો. નવાઈની વાત એ છે કે સેક્ટર-21નો અંડરપાસ માત્ર 20 દિવસ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખુલ્લો મુકાયો હતો અને હવે તે જ અંડરપાસ પાણીમાં ગરકાવ થયો છે. અધિકારીઓ દ્વારા પાઇપ લગાવી પાણી ખાલી કરવાની કામગીરી હાથ ધરાઈ છે.


આ પણ વાંચોઃ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, 24 કલાકમાં 160 તાલુકામાં મેઘ મહેર, ડાંગ-આહવામાં 9.8 ઇંચ

અંડરપાસમાં પાણી ભરાતા ટ્રાફિકજામ

આ સિવાય સ્વર્ણિમ પાર્ક નીચેના નવા અંડરપાસમાં પણ પાણી ભરાતા ટ્રાફિકજામ સર્જાયો હતો અને સ્થાનિકો હેરાન થયા હતા જેમાં પોલીસ દ્વારા બેરીકેડ કરીને રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. મહાત્મા મંદિરથી વિધાનસભા ગાર્ડન દેખાય તે માટે બનાવાયેલા અંડરપાસોની જરૂરિયાત પર પણ નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે. નાગરિકોએ કહ્યું કે, "આ અંડરપાસો બહારના લોકોને દેખાડવા માટે છે, નાગરિકોની જરૂરિયાત માટે નહીં," 


હજારો વૃક્ષોની બલિ લઈને બનાવેલા વિકાસ કામોથી નાગરિકો પરેશાન

બીજીબાજુ ગાંધીનગર પોલીસ હેડ ક્વાર્ટર તરફ જવાના સેક્ટર 27ની પ્રાથમિક શાળાની બાજુમાં આવેલા ચિલ્ડ્રન પાર્ક નજીકના રસ્તા પર પણ ખાડા અને પાણી ભરાવાની સમસ્યા જોવા મળી. નાગરિકોનો આક્ષેપ છે કે હજારો વૃક્ષોની બલિ લઈને બનેલા વિકાસના કામો હવે નાગરિકોને જ હેરાન કરી રહ્યા છે.


આ પણ વાંચોઃ અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે જોરદાર વરસાદ, આજે આ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વેની તૈયારીના દાવાઓ હવે પોકળ સાબિત થઈ રહ્યા છે અને ઠેર ઠેર દર વરસાદે ભુવા અને રસ્તાઓ પર કીચડ આવી રહ્યું છે.