ગાંધીનગર શહેરમાંથી અમદાવાદ તબક્કાવાર બસ મોકલવામાં આવશે ઃ સ્થાનિક સંચાલનને અસર થશે
ગાંધીનગર : હિન્દુ સંસ્કૃતિના સૌથી મોટા તહેવાર દિવાળીનો પ્રારંભ થઈ ગયો છે.ત્યારે મોટી સંખ્યામાં લોકો પોતાના વતન તરફ પર્વની ઉજવણી કરવા જતા હોય છે.તો વેકેશનના દિવસો હોવાના કારણે ધામક તેમજ પિકનીક પ્લેસની મુલાકાત અંગે આયોજન હાથ ધરતા હોય છે.ત્યારે અવર-જવરમાં સરળતા મળી શકે તે માટે એસટી તંત્ર દ્વારા તહેવારોના દિવસોમાં ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ગાંધીનગર ડેપો દ્વારા અમદાવાદ બસ મોકલવામાં આવી રહી છે.
ગાંધીનગર એસ.ટી ડેપો દ્વારા દિવાળીના પર્વને ધ્યાને રાખી
વધારાની બસોનું સંચાલન કરવાનું આયોજન ધરવામાં આવ્યું છે.શહેરમાં વસવાટ કરતા
નગરજનોને વતન તરફ તેમજ ધામક સહિત અન્ય સ્થળોની મુલાકાતે આવન-જાવનમાં સાનુકૂળતા મળી
શકે તે પ્રકારે સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. ૧૭ ઓક્ટોબરથી દિવાળી પર્વનો
પ્રારંભ થઈ ગયો છે. ત્યારે ગાંધીનગર એસ.ટી ડેપો દ્વારા એક્સ્ટ્રા બસ વિવિધ રૃટ ઉપર
દોડાવવામાં આવશે.સૌરાષ્ટ્ર,
કચ્છ તથા દક્ષિણ અને ઉત્તર ગુજરાતના રૃટ ઉપર આ દિવસો દરમિયાન એક્સ્ટ્રા બસ
અવરજવર કરશે.જે અંતર્ગત ૨૩ ઓક્ટોબર સુધી અમદાવાદ બસ મોકલવામાં આવશે.તો હાલમાં
ટિકિટ બુકિંગ પણ કરાવવામાં પણ ભારે ધસારો જોવા મળી રહ્યો છે. જેથી મુસાફરોને પણ
આવનજાવનમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે તે પ્રકારે વ્યવસ્થા હાથ ધરીને બસનું
સંચાલન ગાંધીનગર ડેપો દ્વારા કરવામાં આવી રહ્યું છે.૨૦૨ જેટલી બસ આ દિવસો દરમિયાન
અવરજવર કરશે.જેના પગલે સ્થાનિક ડેપોનું સંચાલન પણ ખોરવાઈ શકે એમ છે.


