ગાંધીધામ મેઈન માર્કેટ સજ્જડ બંધ : લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગાંધીધામ: કચ્છ કલેક્ટરની અપીલ બાદ ગાંધીધામનાં વેપારીઓ દ્વારા મેઈન માર્કેટ સજ્જડ બંધ કરી દેવામાં આવી છે. દિવસ - રાત ધમધમતા ગાંધીધામનાં રોડ રસ્તા જાણે કર્ફ્યુ લાગ્યું હોય એમ સુમસાન થઇ ગયા હતા. પોલીસ દ્વારા પર પણ માઈક વડે લોકોને સાવચેત રહેવા અને બીન જરૂરી બહાર ન નીકળવા અપીલ કરાઈ રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ભરી સ્થિતિમાં પાકિસ્તાને ભારતની પશ્ચિમી સરહદ પર ડ્રોન હમલાઓ કર્યા છે. જેમાં કચ્છનો પણ સમાવેશ થાય છે. ગત શનિવારે વહેલી સવારમાં કચ્છનાં કેટલાક તાલુકામાં ડ્રોન વડે હમલાઓ કર્યા હતા. જે હુમલોઓ ભારતીય સેનાએ નિષ્ફળ કરી દીધા હતા. જેમાં શનિવારે વહેલી સવારે આદિપુરમાં પણ ડ્રોન વડે હુમલો કરાયો હતો પરંતુ ભારતની સજાક સેનાએ ડ્રોનનાં કુર્ચા ઉડાળી દીધા હતા. કચ્છ હાલ હાઇ અલર્ટ પર છે. જેની અસર ગાંધીધામમાં પણ જોવા મળી રહી છે. વિપરીત પરિસ્થિતિને પહોંચી વડવા અને લોકોની સુરક્ષાને ધ્યાને લઇ કચ્છ કલેક્ટરે લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરાઈ હતી. જે અપીલ બાદ પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ગાંધીધામનાં અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ વાહનોમાં માઈક દ્વારા લોકોને અપીલ કરી પોતાના રોજગાર ધંધા બંધ રાખવા અને ઘરે રહેવા અપીલ કરી હતી. જેમાં દિવસનાં ભાગે ધમ ધમતી ગાંધીધામની મેઈન માર્કેટ વેપારીઓ દ્વારા સજ્જડ બંધ કરી દેવામાં આવી હતી. વેપારીઓ દ્વારા ઇમરજન્સી સેવા શિવાયમાં તમામ વ્યાપરીક દુકાનો, શોપિંગ મોલ સવ્યભું રીતે બંધ કરી દીધા હતા. જેથી દિવસ રાત ટ્રાફિકથી ધમ - ધમતા રોડ રસ્તા એક દમ સુમસાન થઇ ગયા હતા.પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ગાંધીધામનાં અલગ અલગ વિસ્તારોમાં લોકોને બીન જરૂરી બહાર ન નીકળવા અને પોતાના ઘરે રહેવા માઈક દ્વારા અપીલ પણ કરવામાં આવી રહી છે.