For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોંગ્રેસમાં ભડકો: પ્રદેશ કાર્યાલયે ભરત સોલંકીના પોસ્ટરો ફાડ્યા, કાળી શાહી પોતરાઈ

Updated: Nov 14th, 2022

Article Content Image

અમદાવાદ,તા. 14 નવેમ્બર 2022, સોમવાર 

ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોને ટિકિટ ફાળવવામાં આવી ત્યારથી કકળાટ શરૂ થયો છે. કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે હોબાળો થયો છે. જમાલપુર ખાડિયા બેઠકને લઈને NSUI કાર્યકરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. જેમાં વિરોધીઓએ ભરતસિંહના વિરોધમા અપશબ્દો ઉચ્ચારવામાં આવ્યા તેમજ દિવાલ પર કાળી શાહીથી  લખવામાં આવ્યા. આ સાથે જ કાર્યકરોએ કાર્યાલયમાં તોડફોડ પણ કરી છે. ભરતસિંહના નામની પ્લેટ પણ તોડી નાંખવામાં આવી છે. 

-ભરતસિંહના ફોટો સળગાવવામાં આવ્યા,નેમ પ્લેટની તોડફોડ 

-શાહનવાઝ શેખને ટિકિટ ન મળતાં હોબાળો કરવામાં આવ્યો છે

-પૈસા ના જોરે ટીકીટ વેચવાનો આરોપ 

-યુથ કોંગ્રેસ અને એન એસ યુ આઈના કાર્યકરોએ કર્યા આક્રમક દેખાવો

શાહનવાઝ શેખને ટિકિટ ન આપવામાં આવતાં વિરોધ 

કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે એનએસયુઆઇના કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને તોડફોડ કરી હતી. શાહનવાઝ શેખને ટિકિટ ન આપવામાં આવતાં કાર્યકરો ઉગ્ર વિરોધ કરતાં જોવા મળ્યા હતા. આટલુ જ નહીં. કાર્યકરોએ ભરતસિંહ ના ફોટો સળગાવવામાં આવ્યો અને કાર્યકરોએ ભરતસિંહ નામની નેમપ્લેટ પર કાળી શાહી ફેરવી તેમજ નેમ પ્લેટને તોડી નાંખીને વિરોધ દર્શાવ્યો હતો. 

આ સિવાય કાર્યકરોએ ભરતસિંહ પર પૈસા ના જોરે ટીકીટ વેચવાનો આરોપ પણ લગાવ્યો હતો. આ સિવાય તેમણે કાર્યાલયની સીડીઓ પર પણ પેન્ટથી ભરતસિંહ વિરુદ્ધ લખાણો લખ્યા હતા. 

મળતી માહિતી અનુસાર, જમાલપુર ખાડિયા બેઠક પરથી ઉમરાન ખેડાવાલાને ટિકિટ આપવામાં આવતાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. બે દિવસ પહેલા પણ શાહનવાઝ શેખને ટિકિટ આપવા મામલે કાર્યકરોએ માગ કરી હતી. ત્યારે આજે શાહનવાઝ શેખના સમર્થકો દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો છે.

Gujarat