Get The App

પાટડીમાં દફનવિધિ માટે ગંદા પાણી વચ્ચેથી નીકળ્યો જનાજો

Updated: Sep 14th, 2025

GS TEAM

Google News
Google News
પાટડીમાં  દફનવિધિ માટે ગંદા પાણી વચ્ચેથી નીકળ્યો જનાજો 1 - image


- મોતનો મલાજો ન જળવાયો

- લક્ષ્મીનગરમાં વરસાદી પાણીનો નિકાલ નહીં કરતા પરિવારજનોમાં કચવાટ

સુરેન્દ્રનગર : પાટડી શહેરમાં પાલિકા દ્વારા કરવામાં આવતા વિકાસના મોટા મોટા દાવાઓ પોકળ સાબિત થયા છે. બિસ્માર માર્ગો તેમજ કાચા રસ્તાઓના કારણે માનવીને જીવતે જીવ તો મુશ્કેલી વેઠવી જ પડતી હોય છે. પરંતુ મર્યા બાદ પણ આ સમસ્યા નડી રહી છે. જેનો પુરાવો આપતાં દ્રશ્યો લક્ષ્મીનગર વિસ્તારમાંથી સામે આવ્યાં છે.

પાટડીના વોર્ડ નંબર ૬માં આવેલા લક્ષ્મીનગર વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ટેક્સ ભરતી પ્રજાને સુવિધાઓ આપવામાં પાલીકા તંત્ર વામળુ પુરવાર સાબિત થયું છે. લક્ષ્મીનગરમાં વરસાદી પાણી સાથે ગટરના પાણી ભળી જતા પાણીજન્યા અને મચ્છરજન્ય રોગચાળો ફાટી નીગળવાની ભીતિ સેવાઇ રહી છે. આજ રોજ વિસ્તારમાં રહેતા લિયાકતભાઇ ગોરીનું અવસાન થતાં પરીવારજનો ગંદા પાણમાંથી જનાજો લઇ જવા મજબુર બન્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

મૃતકને માનભેર વિદાય નહીં મળતા પરિવારમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટના અંગે પાલિકા તંત્રના જવાબદાર અધિકારી, સ્થાનીક ધારાસભ્ય પી કે પરમારને પણ રજુઆત કરી યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Tags :