સુરત,
તા. 15 નવેમ્બર, 2020, રવિવાર
સુરતીઓએ દિવાળીના પંદર દિવસ પહેલા સફાઈ અને અન્ય કામગીરી માટે પાણીનો ભરપુર ઉપયોગ કરતાં સુરત મહાનગરપાલિકાએ પાણીનો જથ્થામાં 89 એમ.એલ.ડી. ( મીલીયન લીટર પર ડે) નો વધારો કરવો પડયો છે. સુરતીઓ જ નહી ંપરંતુ કોરોના કાળ દરમિયાન બંધ થયેલા પાંડેસરાના ઉદ્યોગોમાં પણ પીવાના પાણીની માગ વધતા ઉદ્યોગમાં પણ ૧૫ એમ.એલ.ડી. જેટલા પાણીનો જથ્થો વધુ આપવામાં આવ્યો છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતીઓને તાપી નદીમાંથી પાણી લઈને તેને ફિલ્ટર કરીને રોજ 1250 એમ.એલ.ડી. પાણી આપવામાં આવી રહ્યું છે. મ્યુનિ. દ્વારા પીવાના પાણીનો જથ્થો આપવામાં આવે છે તેની માંગમાં દિવાળીના ૧૫ દિવસ પહેલાં વધારો થયો હતો. દિવાળી પહેલાં લોકોએ ઘર અને ધંધાકીય સ્થળની સાફ-સફાઈ કરવા સાથે અન્ય કામ માટે પણ પાણીનો ભરપુર ઉપયોગ કરતાં જોવા મળ્યા હતા. દિવાળીના કારણે લોકોનો પાણીનો ઉપયોગ વધુ થતાં મ્યુનિ.ના હાઈડ્રોલિક વિભાગે 89 એમ.એલ.ડી. જેટલું પાણીનો જથ્થો વધુ આપ્યો હતો. છેલ્લા 15 દિવસમાં સુરતમાંં 1339 એમ.એલ.ડી.પાણીના જથ્થો લોકોને આપવામાં આવ્યો હતો. કોરોના છતાં સુરતીઓએ દિવાળીની ઉજવણી મન મુકીને કરી છે તેની સાથે ઉદ્યોગોમાં પણ દિવાળીનો માહોલ જોવા મળ્યો છે. હાલ મંદીની બુમ વચ્ચે પણ મ્યુનિ. દ્વારા પાંડેસરાના ઉદ્યોગોને ૮૦ એમ.એલ.ડી. પાણીનો જથ્થો આપવામાં આવે છે તેની જગ્યાએ ૯૫ એમ.એલ.ડી. જેટલો જથ્થો આપવામાં આવ્યો હતો. સુરતીઓને તહેવાર દરમિયાન પાણીની અછત ન પડે તે માટે મ્યુનિ.ના વોટરવર્કસ અને જળ વિતરણ મથક પર સતત કામગીરી કરવામાં આવતી હતી. દિવાળી બાદ સુરતમાં વસ્તીમાં ઘટાડો થતાં ક્રમશઃ પાણી આપવામાં ઘટાડો કરવામાં આવશે.
આજથી સુરતમાં પાણી કાપ શરૃ
દિવાળીના
તહેવાર સાથે જ સુરતમાં વસતા પરપ્રાંતિય, સૌરાષ્ટ્રીયન અને અન્ય જિલ્લામાં વસતા
લોકો પોતાના વતન જવા નિકળી ગયા છે. જેના કારણે આજથી જ મ્યુનિ. દ્વારા આપવામાં આવતો પાણીનો વધારો બંધ કરવામા
ંઆવ્યો છે. વધારાનું પાણી બંધ કરવા સાથે સાથે મ્યુનિ. તંત્ર દ્વારા આગામી
દિવસોમાં લોકોને અપાવામાં આવતાં પાણીમાં
કાપ સાથે ઉદ્યોગમાં આપવામા ંઆવતાં પાણીમાં પણ કાપ મુકવામાં આવશે.
પાણી કાપ સાથે વોટર વર્કસની સફાઈ શરૃ
મ્યુનિ.
તંત્રએ પાણી વિતરણમાં કાપ મુકવા સાથે વોટર વર્કસ અને જળ વિતરણ મથકની સફાઈની
કામગીરી શરૃ કરી દીધી છે. વર્ષ દરમિયાન સતત પાણી પુરવઠાની માગ વધુ હોવાથી વોટર
વર્કસના મેઈન્ટેનન્સ માટેની કામગીરી પુરતી થતી નથી. સતત વોટર વર્કસ ચાલું હોવાથી
મેઈન્ટેનન્સની કામગીરીમાં મુશ્કેલી પડે છે. પરંતુ દિવાળી વેકેશનમાં પાણી પુરવઠો ઓછો આપવાનો હોય ત્યારે
મ્યુનિ.ના હાઈડ્રોલિક વિભાગ દ્વારા મેઈન્ટેનન્સ
સાથે વોટર વર્કસને વ્હાઈટ વોશ કરવાની
કામગીરી કરવામાં આવે છે.

