પૂર્ણ ચંદ્રગ્રહણનો સૂતક કાળ ૯ કલાક પહેલા શરૂ થશેઃ ગ્રહણનો સમયગાળો ૩ કલાક ૨૮ મિનિટનો રહેશે
રવિવારે ભારત સહિત સમગ્ર વિશ્વમાં પૂર્ણ ચંદ્રગ્રહણ દેખાશે
ભારતનો સૂતક કાળ ૧૨:૫૭ મિનિટે શરૂ થશે. સૂતક કાળ દરમિયાન ખોરાક લેવાની મનાઈ છે. ગ્રહણનો સમયગાળો ૩ કલાક ૨૮ મિનિટનો રહેશે.
અમદાવાદ, રવિવાર
આગામી રવિવારે ભારત સહિત સમગ્ર વિશ્વમાં પૂર્ણ ચંદ્રગ્રહણ થવાનું છે. જે ભારતમાં પણ જોઇ શકાશે. આ માટે વૈજ્ઞાનિક અને ધાર્મિક રીતે તેનું મહત્વ પણ છે. આ અંગે નર્મદા તિથિ પંચાંગના સંપાદક ડૉ. ચંદ્રેશ ઘનશ્યામ જોશી જણાવે છે કે કે આ વખતે પૂર્ણ ચંદ્રગ્રહણનો સૂતક કાળ ૯ કલાક પહેલા શરૂ થશે.જેમાં
આ વર્ષે પૂર્ણ ચંદ્રગ્રહણ ભારત સહિત સમગ્ર વિશ્વમાં દેખાશે . જેમાં ૭ સપ્ટેમ્બરે પૂર્ણ ચંદ્રગ્રહણ ભારત સહિત સમગ્ર વિશ્વમાં દેખાશે.આ માહિતી નર્મદા તિથિ પંચાંગના સંપાદક ડૉ. ચંદ્રેશ ઘનશ્યામ જોશી પીએચડી (જ્યોતિષ) દ્વારા આપવામાં આવી હતી.
તેમણે જણાવ્યું કે આ વખતે પૂર્ણ ચંદ્રગ્રહણનો સૂતક કાળ ૯ કલાક પહેલા શરૂ થશે. જેમાં ભારતનો સૂતક કાળ ૧૨:૫૭ મિનિટે શરૂ થશે. તેમણે જણાવ્યું કે સૂતક કાળ દરમિયાન ખોરાક લેવાની મનાઈ છે. ગ્રહણ સ્પર્શ રાત્રે ૨૧:૫૮ થી મધ્યરાત્રિ ૦૧:૨૬ સુધી રહેશે. આ સાથે તેમણે ચંદ્રગ્રહણ ન જોવાની સલાહ આપી છે. ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓને પણ ખાસ સલાહ અપાઇ છે કારણ કે ગ્રહણનો પડછાયો માતા અને ગર્ભમાં રહેલા ગર્ભ બંને માટે અશુભ હોવાની માન્યતા છે. જેથી તેમને સાવચેતી રાખવા માટે કહેવાયુ છે. ગ્રહણ દરમિયાન વ્યક્તિએ એક જગ્યાએ બેસીને પોતાના દેવ-દેવીઓનું સ્મરણ કરવું જોઈએ.
સાથેસાથે ગ્રહણના કારણે કર્ક, કન્યા, મીન રાશિના લોકો માટે મુશ્કેલી થઇ શકે તેમ છે. જેથી તેમણે ઇષ્ટ દેવની પુજા કરવાથી રાહત થઇ શકે છે. ખાસ કરીને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી ફાયદો થશે. આ ઉપરાંત, ગ્રહણના કારણે ગ્રહણને કારણે કુદરતી હોનારતની સ્થિતિ પણ સર્જાય શકે છે. જેમાં ભારતના લોકોને ભૂકંપ,વાદળ ફાટવું,પૂર અતિશય વરસાદ કુદરતી આફતનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને ઉત્તર ભારત, બંગાળ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન (પૂર્વ ભાગ) માં અશુભ ઘટનાઓના સંકેતો મળી રહ્યા છે. તેમજ વિદેશની વાત કરીએ તો દેશોમાં જાપાન, મધ્ય પૂર્વ અમેરિકા,દક્ષિણ આફ્રિકામાં કુદરતી હોનારતની સ્થિતિ સર્જાય શકે છે. જેમાં વાવાઝોડુ અને ભૂકંપ આવી શકે છે.